બનાસકાંઠાના આર્યન મોદી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતાઃ જાણો શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: બનાસકાંઠા બહુચર્ચિત આર્યન મોદી મર્ડર કેસમાં નવા ઇનપુટ મળી રહ્યા છે. બનાસકાંઠા પોલીસને આ કેસમાં કાર્યવાહી દરમિયાન મળેલા ઈનપુટ પ્રમાણે મોટી સફળતા હાંસલ થઈ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસવાડા અક્ષયરાજ મકવાણા અને પોલીસ ટીમ દ્વારા અનેક જગ્યાએ છાપેમારી કરાઈ છે અને મહત્વની કડીઓમાં આ કામમાં સંભવિત આરોપી એવા ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જે પોલીસ માટે અને આર્યનના પરિવાર માટે પણ મહદ અંશે આશા ઊભી કરનારા સમાચાર છે.

કેસના આરોપીઓને પોલીસે ઝડપ્યાના મળ્યા ઈનપુટ
આ ચકચારી આર્યન મોદી મર્ડર કેસમાં તેનું અપરણ કરી ગોંધી રાખી માર મારી તેને ઝેરી પ્રવાહી પીવડાવી હત્યા કરવાનો જધન્ય અપરાધ કરનારા અંદાજીત સાત જેટલા અપરાધીઓ હતા. જોકે પોલીસે 72 કલાકની ભારે જહમત બાદ સીસીટીવી સાક્ષીઓ તેમજ વિવિધ છાપેમારી બાદ ત્રણ જેટલા આ હત્યા કેસના અપરાધીઓને ઝડપી પાડયા હોવાના ઇનપુટ મળી રહ્યા છે. જોકે હજુ પોલીસે સત્તાવાર પ્રેસ સમક્ષ તેની જાણકારી આપી નથી.

આકરા ઉનાળાના એંધાણ વચ્ચે અરવલ્લીની સરડોઈ પંચાયતનો આકરો નિર્ણય, પાણી બગાડ્યુ તો….

આર્યને હોસ્પિટલના બિછાનેથી કરી હતી વાત
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરની આદર્શ સાયન્સ કોલેજના વિદ્યાર્થી આર્યન મોદીની ત્રણ દિવસ અગાઉ કોલેજમાંથી અપહરણ કરી કેટલાક અજાણ્યા ઈસમોએ તેને માર મારી ઝેરી પદાર્થ પાવી તેની હત્યા કરી હતી. જોકે આ બનાવમાં આર્યન મોદી દ્વારા હોસ્પિટલ બીછાનેથી મરનોત્તર નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેને ઘટોસ્ફોટ કર્યો હતો કે અજાણ્યા સાત જેટલા ઈસમોએ સ્કૂલમાંથી તેનું અપહરણ કર્યું હતું. માર માર્યો હતો તેમ જ ઝેરી પદાર્થ પીવડાવ્યો હતો. મૃતકની આ કેફિયત બાદ અજાણ્યા સાત ઇસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી.

ADVERTISEMENT

પરિવારને લોકોએ કર્યો ટેકો અને મળી હિંમત
બનાસકાંઠા મુખ્યાલય પાલનપુર ખાતે ગઈકાલ રાત્રે આર્યને મોદીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં 18 આલમના લોકો એક મંચ પર દેખાયા હતા અને તમામ આર્યન મોદીના હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક સજાની હિમાયત કરી હતી. તો વળી આ તમામ લોકોએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓના સુર ફેલાવ્યા હતા અને આર્યન મોદી પરિવારને હિંમત આપી હતી તેમજ આવેલા મોદીને શ્રદ્ધા સુમન અર્પણ કરી કેન્ડલ માર્ચ યોજી હતી.

‘મોબાઈલ નહીં આપો તો જ દીકરીઓ સચવાશે..’, બનાસકાંઠાથી ઠાકોર સમાજે 11 કડક પ્રતિબંધોની કરી જાહેરાત

પુરતા પુરાવા મળ્યા પછી ધરપકડ
ગુજરાત તકને મળેલા મહત્વના ઇનપુટમાં આ કામમાં આર્યન મોદીની હત્યા અને ગુનાહિત કાવતરું રચવામાં ભાગ લેનાર હત્યારાઓ પૈકીના ત્રણ જેટલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ તેઓની પૂછપરછમાં અન્ય શકમંદો પણ ત્યાં અપરાધ તેમજ મદદગારીમાં જોડાયા હોવાના પૂરતા પુરાવા પોલીસને મળ્યા છે. જેથી આ કેસમાં હવે અન્યોની પણ ધરપકડ થઈ શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT