વિદેશ ટુર પ્લાન કરતા પહેલાઃ વેજ અને ખાસ કરીને જૈન લોકો આ ખાસ વાંચો
અમદાવાદઃ શું તમે જૈન છો ? શું તમે સ્વામિનારાયણ છો ? શું તમે વૈષ્ણવ છો ? શું તમે વેજીટેરિયન છો ? અને તમને ભારત દેશમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ શું તમે જૈન છો ? શું તમે સ્વામિનારાયણ છો ? શું તમે વૈષ્ણવ છો ? શું તમે વેજીટેરિયન છો ? અને તમને ભારત દેશમાં અને ભારત દેશની બહાર ફરવા જતી વખતે ભોજનની તકલીફ પડી રહી છે ? જો તમામ પ્રશ્નો તમને ટ્રાવેલિંગ સમયે સતાવી રહ્યા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને જણાવીશું મુંબઈની એક એવી ટ્રાવેલ કંપનીની જેણે કોરોના પછી જૈન સમાજના લોકોને પોતાના મહારાજ દ્વારા બનાવેલા સ્વાદિષ્ટ જૈન ભોજનથી પોતાની તરફ આકર્ષિત કર્યા છે અને લોકોએ આ કંપનીના ભોજનને ખૂબ પસંદ કર્યું છે. એ કંપનીનું નામ છે પૂર્વા હોલિડેઝ. જુઓ અમારી ખાસ રિપોર્ટ.
કડવા અનુભવ પછી નક્કી કર્યુ કે…
હવે ભારત દેશમાં કે ભારત દેશની બહાર કોઈ પણ દેશમાં જૈન લોકોને શુદ્ધ જૈન ભોજનની સાથે સાથે ઉકાળેલું પાણી, ચોવીયાર, એકાશનાં , બેશનાં કે આયંબિલની પણ વ્યવસ્થા પૂર્વા હોલિડેઝ દ્વારા કરી આપવામાં આવશે. પૂર્વા હોલિડેઝનાં માલિક તેજસભાઈની બે સગી બહેનોએ દિક્ષા લીધી છે , એમના આખા પરિવારને આજીવન કંદમૂળ ન ખાવાંનો નિયમ છે અને એમણે પોતાને ફરવા જતી વખતે થયેલા કડવા અનુભવ પછી નક્કી કર્યુ કે હવે મારા જૈન ભાઈ બહેનોને ભારત કે ભારત દેશની બહાર શુદ્ધ જૈન ભોજન ટૂરમાં ઉપલબ્ધ કરી આપીશ જેથી તેમના નિયમ જળવાઈ રહે.
અને એનો લાભ ફક્ત જૈન સમાજ ના લોકોને નહિ પણ સ્વામીનારાયણ અને વૈષ્ણવ સમાજના લોકોને પણ મળી રહ્યો છે. અત્યારે બહુ લિમિટેડ સ્થળોએ તેમની ટ્રીપ સ્ટાર્ટ થઈ છે . ભારત દેશમાં લેહ લડાખ , સ્પિતી વેલી, અરુણાચલ આસામ મેઘાલય અને અંદામાન નિકોબાર જ્યારે ભારત દેશની બહાર સાઉથ આફ્રિકા, દુબઈ અને હવે અમેરિકામાં પણ એમના મહારાજ દ્વારા જૈન ભોજન પીરસવામાં આવી રહ્યા છે.
આ વર્ષે પૂર્વા હોલિડેઝ કરશે ઘણા રેકોર્ડ
પૂર્વા હોલિડેઝ કોઈ નવી કંપની નથી , ૨૦૧૧ થી તેજસભાઇએ તેની શરૂઆત કરી અને ૨૦૨૩માં આ કંપની ને ૧૨ વર્ષ પૂર્ણ થશે. પૂર્વા હોલીડેઝ ભારત દેશની સૌથી મોંઘી પ્રીમિયમ ગુણવત્તા ધરાવતી ટૂર કંપની બનવા જઈ રહી છે , આ વર્ષે પૂર્વા હોલિડેઝ ઘણા રેકોર્ડ કરવા જઈ રહી છે , જેવી રીતે આ વર્ષે લેહ લદાખમાં સૌથી મોંઘા પ્રીમિયમ પેકેજ, જેની કિંમત ૧ લાખથી શરૂ થઈ ને ૧.૫૦ લાખ હસે એમાં વિક્રમજનક ૧૫૦૦ થી ૨૦૦૦ પ્રવાસીઓને ફેરવશે . લેહ લદાખમાં ત્યાંની નંબર વન હોટેલ ગ્રાન્ડ ડ્રેગન , હોટેલ ધ અબ્દુઝ, સિંગે પેલેસ જેવી હોટેલમાં અને નુબ્રા વેલીમાં ત્યાંની નંબર વન હોટેલ સ્ટોન હેજ, હોટેલ ધ ડ્યુન્સ , અને ત્યાંનો નંબર વન ટેન્ટ ઓર્ગેનિક retreat માં આવાસ ફક્ત અને ફકત તમને પૂર્વા હોલીડેઝ માં મળશે અને બધે તમને એમના મહારાજ દ્વારા શુદ્ધ શાકાહારી અને જૈન ભોજન પીરસવામાં આવશે.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકામાં ૧૦૦૦ ટૂરિસ્ટોને ફેરવવાનો વિક્રમ
એવી જ રીતે સ્પીતી વેલી, અરુણાચલ આસામ મેઘાલય અને અંદામાન નિકોબાર ની પ્રીમિયમ હોટેલમાં મોંઘા પેકેજ ઓફર કરનારી તે ભારત દેશની પ્રથમ કંપની છે. પૂર્વા હોલિડેઝ આ વર્ષે સાઉથ આફ્રિકા માં રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. પોતાની પ્રથમ જ સીઝનમાં સાઉથ આફ્રિકામાં ૧૦૦૦ ટૂરિસ્ટોને ફેરવવાનો વિક્રમ સર્જશે. આજ પહેલા એવું ક્યારે પણ નથી થયું કે કોઈ ટ્રાવેલ કંપનીએ સાઉથ આફ્રિકા ટ્રીપ લોન્ચ કરી હોય અને પહેલી જ વારમાં ૧૦૦૦ લોકોને ફેરવ્યા હોય. કોરોના પછી પણ સાઉથ આફ્રિકામાં કોઈ એક કંપની દ્વારા એક જ વર્ષમાં ૧૦૦૦ નો આંકડો પાર કરનાર પૂર્વા હોલિડેઝ ભારત દેશની પ્રથમ કંપની બનશે. દેશભરના જૈન સમાજના લોકોએ પૂર્વા હોલિડેઝના માલિક તેજસભાઇ પર વિશ્વાસ કરીને સાઉથ આફ્રિકાની બુકિંગ કરાવી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાંથી મુંબઈ, પુના , નાસિક , કોલ્હાપુર અને ગુજરાતમાંથી વાપી , વલસાડ , નવસારી , ઉંમરગામ , મહેસાણા , ઊંઝા , બરોડા , સુરત , અમદાવાદ , રાજકોટ , ભરૂચ , ભાવનગર , ખંભાત એમ ખૂણે ખૂણે થી લોકોએ પૂર્વા હોલિડેઝની સાઉથ આફ્રિકા ટ્રીપમાં બુકિંગ કરાવ્યું છે. એટલું જ નહીં પણ ઇન્દોર, ઉજ્જૈન , રતલામ , જબલપુર થી પણ ઘણા જૈનબંધુએ સાઉથ આફ્રિકાનું બુકિંગ કરાવ્યું છે. એનું મુખ્ય કારણ પૂર્વા હોલિડેઝ દ્વારા અપાતી ૪-૫ સ્ટાર હોટલ અને એમનું જૈન જમવાનું. એમની સાઉથ આફ્રિકા ટ્રીપનું મુખ્ય આકર્ષણ બન્યું છે મોઝલ બે શહેરમાં ત્યાંની નંબર વન હોટેલ ધ ડિયાઝ રિસોર્ટમાં અપાતી ૪ રાત્રિનો આવાસ અને ૨ રાત્રિનો મુકામ એકવીલા ગેમ લોંજમાં . તેજસભાઈ ના કહેવા પ્રમાણે આ ૨ શહેરનો મુકામ ફરવા આવનાર યાત્રીઓની સૌથી યાદગાર ક્ષણો હસે. ભારત દેશમાં થી આ શહેરમાં ખૂબ ઓછી ટ્રાવેલ કંપનીઓ ફરવા લઈ જાય છે કે ત્યાં રાત્રિ મુકામ આપે છે એટલે લોકોમાં મોઝલ બે શહેર અને એકવીલા ગેમ લોન્જ જોવાનું આકર્ષણ વધ્યું છે જેનો પૂર્વા હોલિડેઝ ને ખૂબ ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ સાઉથ આફ્રિકા ફરવા જાઓ તો આ શહેર ફરવાનું ચૂકતા નહીં.
ADVERTISEMENT
અમેરિકા ફરવા જવા માગો છો?
જો તમે અમેરિકા ફરવા જવા માંગતા હોય તો તૈયાર થઈ જાઓ કારણકે પૂર્વા હોલિડેઝની ઉડાન હવે અમેરિકા સુધી પહોંચી રહી છે અને પબ્લીકના અદભૂત પ્રેમે તેમને આજ વર્ષે અમેરિકા ટ્રીપ ચાલુ કરવાની ફરજ પડી ગઈ છે . અનુભવી ટૂર મેનેજરની એક ટૂકડી પૂર્વા હોલિડેઝ સાથે જોડાઈ ગઈ છે અને તેમની સાથે મળીને એક નવો જ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. ૧૫ વર્ષના અનુભવી ટૂર મેનેજરે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે અમેરિકામાં ઓર્લાન્ડો શહેર છે જે આખા દુનિયામાં થીમ પાર્ક માટે પ્રખ્યાત છે ત્યાં ૪ રાત્રિનો મુકામ આપવામાં આવે છે અને રોજ અલગ અલગ થીમ પાર્કમાં ફેરવવામાં આવે છે ત્યાં સિનિયર સિટીઝન લોકોને ખૂબ તકલીફ થાય છે અને તેમના માટે આ ૪ દિવસ પૈસાનો વેડફાય છે કારણકે ત્યાં ખૂબ ચાલવાનું હોય છે અને મોટા ભાગના મોટી ઉમરના લોકો કોઇપણ પ્રકારની રાઇડ માં બેસી શકતા નથી અને એટલે જ પૂર્વા હોલિડેઝના માલિક તેજસભાઇ એ તેમના અનુભવ ને ધ્યાનમાં રાખીને એક નવો વિકલ્પ પોતાના પ્રવાસીઓને આપવાનો નિર્ણય લીધો છે અને હવે poorva holiday ભારત દેશની પ્રથમ એવી ટ્રાવેલ કંપની બનશે જે orlendo વગરનો અમેરિકા ફરવાનો વિકલ્પ આપશે.
લોકડાઉન થયું તો ગ્રાહકોને આપ્યું 100% રિટર્ન
જે પણ આ વિકલ્પ લેશે એને લગભગ ૧૦૦૦ ડોલર પ્રતિ વ્યક્તિનો ફાયદો થશે. આમ આ વર્ષે તમને અમેરિકા ફરવા માટેના અલગ અલગ પ્રકારના ટોટલ ૪ પ્રોગ્રામ નો વિકલ્પ તમને મળશે જે ભારત દેશમાંથી બીજી કોઈ પણ ટ્રાવેલ કંપનીમાં તમને નહીં મળે. એટલું જ નહીં અમેરિકામાં પણ તમને શુદ્ધ શાકાહારી અને જૈન ભોજનની વ્યવસ્થા પૂર્વા હોલિડેઝ દ્વારા ભારતીય રેસ્ટોરન્ટમાં કરવામાં આવશે. જયાં તમને રોજ અલગ અલગ પ્રકારના ભોજન પીરસવામાં આવશે. તો જો તમે પણ અમેરિકા ફરવા જવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરો પૂર્વા હોલિડેઝનો, ૨૦૨૦ની કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધું નુકસાન જો કોઈ ઇન્ડસ્ટ્રીને થયું હોય તો તે છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. અને તે સમયે ઘણા દેશવાસીઓએ પોતાના બુકિંગ અલગ અલગ ટ્રાવેલ કંપનીઓ પાસે કરાવેલા હતા અને લોક ડાઉન આવી જવાથી કોઈ ફરવા જઈ શક્યું નહીં અને જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવ્યો ત્યારે મોટી મોટી કંપનીઓએ ક્રેડિટ નોટ આપી તો ઘણી કંપીઓ બંધ થઈ ગઈ તો ઘણી કંપનીઓએ અમુક પૈસા કાપીને બીજા પૈસા પરત કર્યા ત્યારે મુંબઈના દહિસરમાં આવેલી પૂર્વા હોલિડેઝ એકપણ રૂપિયા કાપ્યા વગર, કોઈપણ પ્રકારની ક્રેડિટ નોટ આપ્યા વગર , ૧૦૦% પૈસા પોતાના દરેક પ્રવાસીઓને પાછા આપ્યા. અને એની લોકપ્રિયતા વધી. ૨૦૨૧માં લેહ લદાખની ટૂરમાં મુંબઈ અને ગુજરાતના લોકોએ ખૂબ પ્રવાસ કર્યો અને પોતાના મહારાજ દ્વારા બનાવેલા જૈન અને વેજ સ્વાદિષ્ટ ભોજન થી લોકોના દિલ જીત્યા.
આજની તારીખમાં લેહ લદાખના પ્રીમિયમ કેટેગરીના સૌથી મોંઘા પેકેજ આખા મુંબઈ – ગુજરાતમાં એક માત્ર પૂર્વા હોલિડેઝ આપી રહ્યું છે. જ્યાં મોટી મોટી પ્રતિષ્ઠિત કંપની લેહ લદાખના પીએમ ૮ રાત્રિ /૯ દિવસના પેકેજ ૭૦-૮૦ હજારમાં વેચી રહી છે ત્યાં પૂર્વા હોલિડેઝનું ૮ રાત્રિ/૯ દિવસનું પેકેજ ૧ લાખ થી લઈને ૧,૫૦,૦૦૦/- સુધી વેચે છે અને એનું મુખ્ય કારણ છે લેહ લદાખ અને નુબ્રા વેલીની ટોપ ૫ હોટેલો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT