બે દિવસ ખાસ સાચવ જોઃ ગુજરાતમાં તાપમાન વધશે, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ દેશમાં ઉનાળાને લઈને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યાં હવામાન વિભાગે સિક્કિમ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં હીટવેવની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળવાની પણ સંભાવના છે.

મહારાષ્ટ્રમાં બની હતી 13 વ્યક્તિના મોતની ઘટના
હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર અને પંજાબ જેવા રાજ્યો સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમીમાં થોડી રાહત થાય તેવી શક્યતાઓ છે. પંજાબ અને હરિયાણામાં સોમવારે ગરમીનો ભારે પ્રકોપ પણ રહે તો ના નહીં. આ તરફ હવામાન વિભાગે ગરમીને લઈને ચેતવણી આપી છે. હમણાં જ મહારાષ્ટ્રમાં સરકારી કાર્યક્રમ દરમિયાન ખુલ્લામાં બેસી રહેલા 13 વ્યક્તિના મોત થયા પછી ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

CM-PMની ધરપકડ કરવાના શું છે નિયમ? શું CBI સીધા જ કરી શકે છે એરેસ્ટ

ગરમીથી બચવા પુરતા પગલા લેવા જરૂરી
આ અંગે હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રા કહે છે કે, જ્યારે બંગાળની ખાડી તરફથી પવન ફૂંકાય છે ત્યારે ઘણીવાર વાદળીયું વાતાવરણ ઊભું થાય છે. ઉત્તર પશ્ચિમ તરફથી આવતા સુકા, ગરમ પવનો ભારતમાં ફૂંકાઈ રહ્યા છે. ગરમીથી બચવા પુરતા પગલા લેવા જરૂરી છે.

ADVERTISEMENT

અંબાલાલ પટેલઃ
ગુજરાતમાં તાપમાન અને વાતાવરણ અંગે અંબાલાલ પટેલ કહે છે કે, 18થી 20મી એપ્રિલે વંટોળ સાથે ગુજરાતમાં ઘણા વિસાતારોમાં વરસાદ રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પણ થવાની સંભાવના છે. આ દિવસોમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર પર્વતીય પ્રદેશ એવા મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહેશે. આ મહિનામાં વાતાવરણમાં ફેરફાર આવે, એપ્રિલમાં કરા અને વરસાદ પડે તથા 26મી એપ્રિલ પછી સખત ગરમી પડે તેવી શક્યતાઓ છ. અંદાજે 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે અને રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે.

રડાર પર 61 માફિયા, બની ચુકી છે લિસ્ટ… જાણો શું છે UPમાંથી ગેંગસ્ટર્સના સફાયાનો પ્લાન

હવામાન વિભાગઃ
ગુજરાતમાં તાપમાનને લઈને હવામાન વિભાગ કહે છે કે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં આકરી ગરમી પડશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલ કહે છે કે, ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. સાથે જ અમદાવાદમાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતાઓ છે. હવામાન સપ્તાહમાં સૂકું રહેવાની મતલબ કે માવઠું પડવાની શક્યતાઓ દર્શાવાઈ નથી. આ 17 અને 18 એપ્રિલે ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 17મીએ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યૂલેશન થવાની શક્યતા છે. આજે પણ અમદાવાદ જ નહીં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યો છે. 20 એપ્રિલ સુધી માવઠાનું કોઈ શક્યતાઓ નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT