ગોધરાઃ કટકીબાજ તલાટી, અધિક મદદનીશ ઈજનેર સહિત આ શખ્સો સામે FIRના આદેશ
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરા તાલુકાના નંદીસર ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા 4 તત્કાલીન તલાટી 4 તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર સહિત 12 લોકો…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરા તાલુકાના નંદીસર ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા 4 તત્કાલીન તલાટી 4 તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર સહિત 12 લોકો સામે ગુનો દાખલ કરવા DDO દ્વારા આદેશ કરાયો છે. DDOના આદેશ પછી ભ્રષ્ટાચારી બાબુઓના પગ થરથરવા લાગ્યા હતા. વિકાસના કામોમાં કટકી કરી જતા આ 12 સહિતના નામો અંગે જાણો.
કેટલી કટકી?
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર અને છાપરી ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા 1 નિવૃત નાયાબ કાર્યપાલક ઇજનેર, 1 નિવૃત અધિક મદદનીશ ઇજનેર, 4 તત્કાલીન તલાટી, 4 તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, 2 તત્કાલિન સરપંચ, સહિત 12 લોકો સામે ફરિયાદ નોધવા આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે. 14મા અને 15મા નાણાંપંચના વિકાસ કમોમાં પેવર બ્લોક, સી સી રોડ, બોર કુવા ગટર લાઇન સહિત કુલ 33 કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. જે રજૂઆત અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષમાં કમિટી બનાવી તપાસનાં શરૂ કરવામાં આવી હતી.
અમરેલીઃ રહેણાંકી મકાનમાં ત્રાટક્યો દીપડો, કર્યો શિકાર, CCTV
જે તપાસ દરમિયાન ગોધરા તાલુકાના નંદીસર ગામે વર્ષ 2015થી વર્ષ 2019 20 દરમિયાન વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાં હોવાની હકિકત સામે આવી હતી. વર્ષ 2015થી વર્ષ 2019-20 દરમિયાન 14 મા અને 15 મા નાણાંપંચના વિકાસના કુલ 33 પૈકી 19 કામોમાં ગેરરીતિ આચરી હોવાનું તપાસમા સામે આવ્યું છે. સ્થળ ઉપર કામો થયા ન હોવા છતાં રૂ.48.19 લાખ ચૂકવ્યા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે જવાબદારો સામે પગલાં ભરવા અને પોલીસ ફરિયાદ નોધવા ગોધરા તાલુકા વિકાસ અધિકારી ને આદેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ તરફ઼ જિલ્લા વિકાસ અધિકારી આદેશ અનુસાર ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ 12 લોકો સામે પોલિસ ફરીયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. નંદીસર ગામે વિકાસના તમામ કામો થયાં છે અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તથા રાજકીય કિન્નાખોરી રાખી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપો ઘડવામાં આવ્યા હોવાનું પુર્વ મહીલા સરપંચ રેખાબેન અને પર્વ ડે સરપંચે જણાવ્યું છે.
જિગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે વિવાદ, મેવાણી કેમ થયા ગુસ્સે જાણો ?
જાણો તેમના નામો
1 ડી કે બારીયા. જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ
2 ડી ડી ગાવિંત. તાલુકા વિકાસ અધિકારી ગોધરા
3. રેખા બેન માછી.. પૂર્વે સરપંચ નદીસર
4 રાજેન્દ્ર ઠાકોર.. પૂર્વે ડે સરપંચ નદીસર
5 વિરેન્દ્ર ઠાકોર. સ્થાનિક
ADVERTISEMENT
જે તે સમયના તત્કાલિન સરપંચ અને કર્મચારી નામો
1.. ડાયાભાઈ પરમાર સરપંચ
2 રેખાબેન વિજય માછી. સરપંચ
3 આર એમ બારીયા તલાટી
4 બી કે બારિયા . તલાટી
5 પી વી પારેખ. તલાટી
6 એમ પી મછાર .તલાટી
7 સી વી સુથાર. અધિક મ. ઇજનેર
8 કે એસ પટેલ. અધિક મ. ઈજનેર
9 એ જી ધિંગા. અધિક મ. ઇજનેર
10 રાજેન્દ્ર રાઠોડ . અધિક મ. ઇજનેર
11 એસ કે ખાતુડા. અધિક મ. ઈજનેર
12 એ એ નાથાણી. નાયબ કા. ઈજનેર
ADVERTISEMENT
ADVERTISEMENT