ગીરમાં વન્ય પ્રાણીઓના પાણીના કુત્રિમ કુંડ ફરી ભરાયાઃ સૌર-પવન ઉર્જાથી ચાલતા 451 તળાવની સુવિધા

ADVERTISEMENT

ઉનાળાની ઋતુમાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે કુદરતી અને કૃત્રિમ પાણીના પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
ઉનાળાની ઋતુમાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે કુદરતી અને કૃત્રિમ પાણીના પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ ઉનાળાની ઋતુમાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે કુદરતી અને કૃત્રિમ પાણીના પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગીરના 1412 કિમી વિસ્તારમાં કુલ 618 પોઈન્ટ ઉપલબ્ધ છે જેમાંથી 451 કૃત્રિમ અને 167 કુદરતી પાણીના પોઈન્ટ છે જે ઉનાળાની ઋતુમાં સુકાઈ જાય છે. પાણીની શોધમાં રખડતા પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે સરળ બને તે માટે સૌર ઉર્જા અને પવન ઉર્જા સિસ્ટમ દ્વારા ઉનાળાની ઋતુ શરૂ થતાં જ મોટાભાગના પોઈન્ટ પર પાણી ભરાઈ જાય છે.

ભીની માટી રાખવાની પણ સુવિધા કરાઈ
પાણીના કુંડા, નાના તળાવો બનાવી તેની આસપાસ ભીની માટી રાખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી હરણ, સાબર અને સિંહ જેવા ગરમ પ્રકૃતિના પ્રાણીઓ તેમાં બેસીને ઠંડક લઈ શકે. ઉનાળાની ઋતુમાં જંગલમાં નદીઓ અને ચેકડેમ ઝડપથી સુકાઈ જાય છે, જેના કારણે જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં શહેર તરફ અથવા ખેતરો તરફ જતા રહે છે. તેથી જ દર વર્ષે માર્ચના અંતથી જ વોટર પોઈન્ટ પાણીથી ભરાઈ જાય છે. કુદરતનું આ સુંદર જંગલ પાનખર ઋતુમાં સુકાઈ જાય છે, જેના કારણે વન્ય પ્રાણીઓની ઉનાળાની ઋતુમાં ખાસ કાળજી લેવી પડે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT