અજીબ ઘટનાઃ કેશોદમાં બે ગામ વચ્ચે કોણે બનાવી નાખ્યો કોઝ-વે, કોણ કરી ગયું કટકી?
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં બે ગામમાં કોઝ વે મુદ્દે બબાલ મચી છે. કેશોદના એક ગામ અજાબમાં એક કોઝ વે બન્યો તો છે પણ સરપંચ કહે છે…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં બે ગામમાં કોઝ વે મુદ્દે બબાલ મચી છે. કેશોદના એક ગામ અજાબમાં એક કોઝ વે બન્યો તો છે પણ સરપંચ કહે છે કે અમને ખબર જ નથી કે ક્યારે મંજૂર થયો અને કોણે મંજૂરી આપી છે. તેમણે એવું પણ કહ્યું કે, અમારી કોઈ માંગણી પણ ન હતી છતાં કોજ વે બનાવો. ઉલ્લેખનીય છે કે કોઝ વેના પગલે આ બંને ગામમાં હવે બબાલનો માહોલ છે.
કોઝ વેમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ
શેરગઢ અને અજાબને જોડતો કોઝ વે બનાવવા પાછળ બન્ને ગામના લોકો માને છે કે ભ્રષ્ટાચાર થયો છે અને રકમનો દુરુપયોગ થયો છે. શેરગઢ ગ્રામ પંચાયત ના સભ્યો કહે છે અજાબ ગામમાં બનેલા કોઝ વે ની સમસ્યા છે કે જે કોઝ વે ગામની હદ બહાર બન્યો છે. ગામના રસ્તા મંદિર કે ખેતરને જોડતો પણ નથી છતાં 5 લાખની રકમથી બનાવવામાં આવ્યો છે. આ અંગે અમારી કોઈ માંગણી જ નહોતી, છતાં તે કેવી રીતે બની ગયો…!! સરકારી ચોપડે રકમ ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ અંગે ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયત સુધી લેખિત ફરિયાદ કરી છે. તાલુકા અધિકારી પણ તપાસ કરી રહ્યા હોવાની વાત કરે છે.
તપાસ કરી શકો છો, અમને વાંધો નથીઃ સરપંચ
જ્યારે બીજી તરફ શેરગઢના મુલચંદ દયાતર સરપંચ સ્પષ્ટતા કરતા કહે છે કે આ કોઝ વે બે ગામોને જોડવા માટે શેરગઢ ગામની ગ્રાન્ટમાંથી બનાવ્યો છે આ પહેલા પણ અહીં સ્વ. વિઠ્ઠલ રાદડીયાની ગ્રાન્ટમાંથી દીવાલ બનાવી હતી. આ કોઈ ભ્રષ્ટાચાર નહીં પણ બે ગામને જોડતો રસ્તો બનાવ્યો છે છતાં કોઈ તપાસ કરવા મંગતું હોય તો કરી શકે છે. એમને કોઈ વાંધો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT