સુરતમાંઃ JCBમાં લાગી અચાનક આગ, જ્વાળાઓ વચ્ચે ખાખ થઈ ગયું- Video
સુરતઃ સુરતમાં એક ભાગ્યે જ બનતી ઘટના સામે આવી છે. સામાન્યતઃ જેસીબીમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા નથી પરંતુ સુરતમાં આ પણ બની ગયું છે.…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં એક ભાગ્યે જ બનતી ઘટના સામે આવી છે. સામાન્યતઃ જેસીબીમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા નથી પરંતુ સુરતમાં આ પણ બની ગયું છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી એક કંસ્ટ્રક્શન સાઈટ પર ઊભું રહેલું જેસીબી અચાનક ભીષણ આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈ ગયું હતું. જેસીબી સળગ્યાની વિગતો સામે આવતા ફાયર વિભાગ તુરંત સ્થળ પર દોડી ગયો હતો. આગ પર કાબુ મેળવ્યો પણ હતો. જોકે ત્યાં સુધી તો જેસીબીમાં કશું જ બચ્યું ન્હોતું. એમ કહીએ કે જેસીબી આગમાં ખાખ જેવું થઈ ગયું હતું.
કચ્છમાં ભોલા ફિલ્મ જોવા ગયા પતિ પત્ની, સારી ના લાગતા ઝઘડ્યા, થઈ ગઈ FIR
આગમાં જેસીબી શ્વાહા જેવી હાલત
હજુ તો ઉનાળો એવો પાડ્યો પણ નથી કે ગરમીના સમયમાં વાહનોમાં, જંગલોમાં વિવિધ સ્થળે આગની ઘટનાઓ વધી જાય, પણ અહીં સુરતમાં આ પણ બની ચુક્યું છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા ભાનકી સ્ટેડિયમ પાસેની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જેસીબી ઊભું હતું. જેમાં જોતજોતામાં આગ લાગી ગઈ હતી. થોડી જ ક્ષણોમાં આગ એટલી ફેલાઈ ગઈ હતી કે સામાન્ય વ્યક્તિઓથી તેને કાબુમાં કરવી અતિ મુશ્કેલ હતી. આ ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જેસીબીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને થોડી જ વારમાં કાબુ કરી લેવાઈ હતી. જોકે ત્યાં સુધી જેસીબી આગમાં જાણે શ્વાહા થઈ ગયું હોય તેવી તેની હાલત થઈ ગઈ હતી. જુઓ આ વીડિયો…
(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT