13મીએ માવઠું તો 14-15મીએ હિટવેવની આગાહીઃ જાણો કયા જિલ્લા-શહેરમાં કેવું રહેશે વાતાવરણ

ADVERTISEMENT

આગામી 24 કલાકમાં ગરમી વધે તે ગુજરાતીઓ તમને અકળામણ થાય તેમ છે. સાથે જ આગામી 14મી અને 15મીએ પણ હિટ વેવની આગાહી છે.
આગામી 24 કલાકમાં ગરમી વધે તે ગુજરાતીઓ તમને અકળામણ થાય તેમ છે. સાથે જ આગામી 14મી અને 15મીએ પણ હિટ વેવની આગાહી છે.
social share
google news

ગાંધીનગરઃ આગામી 24 કલાકમાં ગરમી વધે તે ગુજરાતીઓ તમને અકળામણ થાય તેમ છે. સાથે જ આગામી 14મી અને 15મીએ પણ હિટ વેવની આગાહી છે. જેથી ગરમીથી બચવાના નુસ્ખાઓ અપનાવતા રહેજો જેથી ડિયાઈડ્રેટ ન થવાય. આ તરફ 13મીએ પાછું ફરી માવઠું પડે તેમ છે. તેથી ખેડૂતોને વધુ એક ફટકો પડે તેવું લાગી રહ્યું છે. ઉનાળા દરમિયાન થઈ રહેલા વાતાવરણના ફેરફારો અંગે સતત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદ અને ગરમીને લઈને આગાહી કરવામાં આવે છે.

કયા વિસ્તારોને થશે વાતાવરણની અસર
હવામાન વિભાગનું કહેવું છે કે સાયક્લોનિક સર્ક્યૂલેશનથી 13મી અને 14મી એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. જ્યારે આજે 12મી એપ્રિલે ભરૂચ, અમરેલી, ભાવનગર અને સુરતમાં હળવો વરસાદ પણ વરસી શકે છે. ઉપરાંત આવતીકાલે 13મી એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ એક વખતે કમોસમી વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારીની સાથે સાથે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. 14મી એપ્રિલે પણ વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ભાવનગર, દાદરા નગર હવેલી, દમણમાં પણ હળવો વરસાદ રહે તેવી શક્યતા છે.

નસવાડીમાં 10 લાખની લાંચ માગનારો અધિકારી ACBમાં પકડાયાના ગણતરીના કલાકોમાં ભાગી ગયો

અઠવાડિયું ગરમીનો પારો 40-41 રહે
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતમાં અમદાવાદમાં ગરમીનો પારો 40નો આંકડો પાર કરીને 41 ડિગ્રી પહોંચી ગયો હતો. પણ હવે આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી અઠવાડીયામાં ગરમીનો પારો 40થી 41 વચ્ચે રહે. આખો દિવસ આકરો તાપ પરેશાન કરી મુકે. ઉપરાંત ગરમી વચ્ચે માવઠાને કારણે વાતવરણમાં તાપમાન ઘટી પણ શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT