ભચાઉમાં ડફી ડ્રગ્સના જથ્થા સાથે યુવક-યુવતીની ધરપકડ
કૌશિક કાંટેચા.કચ્છઃ ભચાઉમાં એસઓજી દ્વારા એક કાર્યવાહી દરમિયાનન યુવક અને યુવતી પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ બંને કારમાં ડ્રગ્સનો જથ્થો લઈ જઈ રહ્યા હતા.…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ ભચાઉમાં એસઓજી દ્વારા એક કાર્યવાહી દરમિયાનન યુવક અને યુવતી પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ બંને કારમાં ડ્રગ્સનો જથ્થો લઈ જઈ રહ્યા હતા. નશીલા પદાર્થ એવા ડફી ડ્રગ્સનો 3.220 ગ્રામ જથ્થો પોલીસને મળી આવ્યો છે. યુવક અને યુવતી જે કારમાં જતા હતા તે કાર પર શંકા જતા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસની કાર્યવાહી દરમિયાન પોલીસને ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.
કેગના અહેવાલમાં ઘટસ્ફોટઃ કચ્છ માંડવી દરિયાકાંઠે મંજુરી વગર 3 રિસોર્ટ બની ગયા
કારની હલચલ શંકાસ્પદ હતીઃ પોલીસ
ભચાઉમાંથી પુર્વ કચ્છની એસઓજીએ શંકાસ્પદ કારમાં તપાસ કરતા ચાલક પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા એક યુવક અને યુવતી ની ધરપકડ કરવા માં આવી છે. ભચાઉ જી.ઈ.બી ચાર રસ્તાથી ભચાઉ કોર્ટ તરફ જવાના રસ્તે સ્પેશયલ ઓપરેશન’ ગ્રુપ દ્વારા ગઈકાલે બપોરના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હાજીશા ભચલશા શેખ (હાલે ટાટા નગર ભચાઉ મુળ સુવઈ .તા.રાપર)’ અને લક્ષ્મીબેન જેસંગભાઈ ભચુભાઈ સોલંકી (બાદરગઢ તા.રાપર ) કબ્જામાંથી એમ.ડફી ડ્રગ્સનો 3.220 ગ્રામ જથ્થો કબ્જે કરાયો હતો.’ નસીલા પદાર્થની કીમત રૂ. 32 હજાર આંકવામાં આવી છે. એસ.ઓ.જીની ટુકડી પેટ્રોલીંગમાં હતી.આ દરમ્યાન કારના આરોપી ચાલકે પોલીસની ગાડી જોઈને કારને દોડાવી દીધી હતી. કાર ચાલકની શંકાસ્પદ હીલચાલને જોતા પોલીસે કારનો પીછો કરીને રોકી હતી. કારની તપાસ કરતા કાંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.પરંતુ આરોપી’ હાજીશા ભચલશા શેખની પેન્ટના ખીસ્સામાંથી નસીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.નસીલા’ પદાર્થની હેરાફેરીમાં આરોપી લક્ષ્મીબેને મદદગારી કરી હતી.આરોપીએ આ ડ્રગ્સ અમદાવાદમાં સીદી સઈદની ઝાડી’ પાસેરહેતા આરોપી શાહરૂખ પાસેથી લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી. પરંતુ’ ભચાઉમાં કયાં આપવાનો હતો તે અંગે મગનું નામ’ મરી પાડયું નથી.’ આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂ. 11 હજાર, 3 લાખની કીમતી કાર સહીતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT