અમદાવાદઃ બે દીકરી જન્મી એકનું મૃત્યુ થયું તો કોઈ મરણ પ્રસંગે ન આવ્યું, પરિણીતા ભારે પરેશાનીમાં
અમદાવાદઃ દીકરીને આજે પણ સાપનો ભારો અને દિકરાને વૃદ્ધત્વની લાઠી સમજીને દીકરીઓ સાથે સતત નારાજ રહી પોતાના પરિવાર અને જીવનમાં ખુદ પોતે જ કડવાશ ભરી…
ADVERTISEMENT
અમદાવાદઃ દીકરીને આજે પણ સાપનો ભારો અને દિકરાને વૃદ્ધત્વની લાઠી સમજીને દીકરીઓ સાથે સતત નારાજ રહી પોતાના પરિવાર અને જીવનમાં ખુદ પોતે જ કડવાશ ભરી દેતા હોય છે. એક હસતું રમતું પરિવાર બનવાને બદલે આવા લોકોની જડ માનસિકતા પરિવારનું સુખ-શાંતિ તો ઠીક સંપત્તિ પણ ભોગવી શકતું નથી. અમદાવાદમાં આવા જ જડ માનસિકતા ધરાવતા લોકોની સંખ્યા ઘણી છે જેમાંથી એક ઘટના અંગે આપણે વાત કરીએ તો, આ પરિવારની પરિણીતાને બે દીકરી થઈ પણ સાસરિયા પુત્ર માટે ઈચ્છુક હતા. જેના કારણે પરિણીતા એટલી હેરાન થઈ રહી હતી કે જ્યારે એક દીકરીનું મૃત્યુ થયું તો સાસરિયામાંથી કોઈ પણ મરણ પ્રસંગે પણ આવ્યું નહીં. તેઓ કહેતા કે દિકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો. આ તરફ પતિ કહેતો કે તું દેખાવડી નથી, તું ગમતી નથી, મારે બીજી પત્ની લાવવી છે.
‘થોપવામાં આવેલી ચુપ્પીથી દેશની સમસ્યાઓનો હલ નહીં હોય’, સોનિયા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર
આપણે જે પરિણીતાની વાત કરી રહ્યા છીએ તે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહે છે. તેણે પોતાને થતા ત્રાસને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તે કહે છે કે, લગ્ન પછી તેને સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. સીમંત પછી તે પીયર ગઈ અને ત્યાં તેને ટ્વીન્સ દીકરીઓ જન્મી હતી. જે પછી બધું ચાલું થયું. સાસરિયા કે પતિ પણ દીકરીઓ કે તેણીની ખબર પુછવા આવ્યું જ નહીં. અચાનક તેમના વર્તનમાં ફેર જોઈ પરિણીતા ઘણી પરેશાન થઈ ગઈ હતી. એટલેથી ઓછું હતું તો 21 દિવસ પછી એક દીકરી મૃત્યુ પામી જેની જાણ પણ સાસરિયાઓને હોવા છતા તેઓમાંથી એક પણ મરણ પ્રસંગે આવ્યા નહીં. જોકે રિવાજ પ્રમાણે જીયાણું કરાયું ત્યારે સાસરીમાં ગઈ ત્યારે થોડા દિવસ સારી રીતે રાખી પણ ત્યારે તે કહેતા કે અમારે દિકરો જોઈતો હતો અને દીકરીને જન્મ આપ્યો છે.
પતિ પણ બીજી લાવવાના મેણા મારતો
આ તરફ પતિ પણ કહેતો કે તું દેખાવડી નથી, સારી નથી. તું મને ગમતી નથી. મારે બીજી પત્ની લાવવી છે. તારા બાપે દહેજમાં કશું આપ્યું નથી. તારા બાપના ઘરેથી પૈસા કે દહેજ કેમ લાવી નથી મારે ફોરવ્હીલ લાવવાની છે. 2 લાખ લેતી આવ. આમ તે સતત ત્રાસ આપવા લાગ્યો હતો. ઘણી વાર મારતો પણ હતો. જ્યારે તે પિયર ગઈ તે પછી તે કહેતો કે, તમારી દીકરીને આજે પણ નહીં અને ક્યારેય નહીં તેડવી. તમારી દીકરીને નથી રાખવી. છૂટા છેડા આપવા છે. આખરે કંટાળી ત્રાસીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT