Bhavnagar: 55 લાખ લીધાના આરોપ લાગતા યુવરાજસિંહે શું આપ્યો જવાબ જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ડમી પરીક્ષાર્થી કાંડને લઈને એક વીડિયો સામે આવ્યો છે. તે વીડિયો સાથે એવા આરોપો પણ લગાવાઈ રહ્યા છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ડમી કાંડમાં નામ ન લેવાના રૂપિયા 55 લાખ લીધા હોવાનો એક બિપીન ત્રિવેદીનો વીડિયો સામે આવ્યો છે. જોકે વીડિયોની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ આ વીડિયો સામે આવતાની સાથે જ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં ડમી કાંડમાં તો ભાવનગરના ડમી ઉમેદવારોમાં ખુદ આમ આદમી પાર્ટીના જ એક અગ્રણીની સંડોવણી પણ સામે આવી છે. આ અંગે યુવરાજસિંહે કહ્યું કે, મારી પાસે 35 લોકોના લિસ્ટ હતા. તેમણે કહ્યું કે આ બિપિન ત્રિવેદીને હું મળ્યો છું, પણ તેમણે રૂપિયા લીધાની વાત નકારી હતા.

ડમીકાંડમાં આપ નેતા રમણિક જાની નામના શખ્સ સામે ફરિયાદ થઈ છે. સિંહોરના રબારિકા ગામે રહેતા અને પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા રમણિક જાની આ પછી ભૂગર્ભમાં જતા રહ્યા છે. ડમી કાંડને લઈને ગુજરાત આપના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હાલમાં જ ઘણા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જે પછી ગતરોજ 36 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી કેટલાકની ધરપકડ થઈ હતી તો હજુ ઘણા પોલીસ પક્કડથી દૂર છે.

દારુ કૌભાંડઃ ‘મોદીજી જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી’- દિલ્હી CMના PM

શું લગાવ્યા આરોપો
દરમિયાનમાં બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિનો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તે વ્યક્તિ કહે છે કે, 45 લાખમાં ડિલ નક્કી થઈ. હું પ્રદીપ અને ઘનશ્યામભાઈ, શિવુભા ને યુવરાજસિંહ એટલા બેઠા. પછી મારો લેક્ચર હતો 2 વાગ્યે એટલે 1 વાગ્યે મીટિંગ શરૂ થઈ અને દોઢ વાગ્યે હું નિકળ્યો. ત્યારે એ ડિલ 55 લાખ રૂપિયામાં નક્કી થઈ. એ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા જુદા ત્રણ તબક્કામાં ગયા હતા.

ADVERTISEMENT

શું કહ્યું યુવરાજસિંહે
રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું એને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપીશ. સમય આવ્યે આપીશ. હાલ આ બધું યોગ્ય નથી. હું કોઈને પણ કોઈ સંજોગોમાં નહીં છોડું. તમે ખોટું કર્યું છે, તમારે ભોગવવું જ પડશે. મેં વિદ્યાર્થી આગેવાન તરીકે જ પ્રેસ કોન્ફરન્સ કરી છે. મારા પરિવારને ધમકાવાય છે. કહે છે તારી પત્ની જે રસ્તે જાય છે તે અમે જાણીએ છીએ. આવી ધમકીઓ અપાય છે. મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું નહીં છોડું. લડી લેવા તૈયાર જ છીએ. હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે. ડમી વિદ્યાર્થીઓ, ડમી પ્રમાણપત્રો, ડમી માર્કશીટની ત્રણ બાબતોની મેં વાત કરી હતી. મેં જેટલાની પૃષ્ટી કરી તેના નામ મેં હસમુખ પટેલને સોંપી પણ હતી. બિપિન ત્રિવેદી સામાજીક એજન્ટ બનીને આવ્યા હતા. તે આર્થિક વ્યવહારની લેતીદીતી થઈ નથી. લેતી દીતીની વાત આવી હતી. આ એજન્ટો સાથે મુલાકાતનું એટલું જ કારણ હતું કે મારે તેમની પાસેથી માહિતીઓ કઢાવવાની હતી. જુનિયર ક્લાર્કના ડમી કોલ લેટર આવ્યા તો હું સીધો જ હસમુખ પટેલને આપી આવ્યો છું. મેં પૈસા લીધાની વાત સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્રનો એક ભાગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT