બરોડા ડેરીના નવા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા પણ, બે મહિના પછી ફરી કરવી પડશે ચૂંટણી
વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખે રાજીનામું આપી દિધા પછી આજે ચૂંટણી યોજાઈ છે. જેમાં ડિરેક્ટર્સે નવા સુકાનીને નક્કી કર્યા છે. બરોડા ડેરીના નવા…
ADVERTISEMENT
વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખે રાજીનામું આપી દિધા પછી આજે ચૂંટણી યોજાઈ છે. જેમાં ડિરેક્ટર્સે નવા સુકાનીને નક્કી કર્યા છે. બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ સતિષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્રિપાલસિંહ મહારાઉલજી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ભારે વિવાદો વચ્ચે અગાઉના પ્રમુખ અને ઉપપ્રમુખે અધુરી ટર્મે જ રાજીનામુ આપી દીધું હતું. જેના કારણે ફરી ચૂંટણી યોજવાની ફરજ પડી હતી અને આગામી અઢી મહિના પછી ફરી વધુ એક વખત ચૂંટણી યોજવાની ફરજ પડશે.
નડિયાદ ડુપ્લિકેટ હળદર કાંડ અન્ય રાજ્યો અને વિદેશો સાથે પણ જોડાયેલુંઃ મટિરિયલ ક્યાંથી આવ્યું?
બે મહિના પછી ફરી ચૂંટણી કરવી પડશે
બરોડા ડેરીના પ્રમુખ તરીકે દીનુમામા અને તે પછી પ્રમુખનો ચાર્જ સંભાળનારા ઉપ પ્રમુખ જીબી સોલંકીએ રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલા હોદ્દા પર આજે ચૂંટણી થઈ હતી. આજે બપોરે 12 વાગ્યા આસપાસ ચૂંટણીમાં ડેરી ડિરેક્ટર્સ દ્વારા નવા હોદ્દેદાર નક્કી કરવામમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટર્સની 5 વર્ષની ટર્મ હોય છે. જેમાં 2.5 વર્ષ પછી પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે ચૂંટણી થાય છે. જોકે અગાઉના પ્રમુખ અને ઉપપ્રમુખે ટર્મ પુરી કરતા પહેલા જ રાજીનામા આપી દીધા હતા. તેમની અઢી વર્ષની ટર્મ પુરી થવામાં બે મહિના બાકી હતા. ત્યારે આ નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ બે મહિના માટે જ રહેશે જે પછી ફરી બીજા અઢી વર્ષની ટર્મ માટે આ પદો પર ચૂંટણી યોજવાની થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT