અમરેલીઃ સિંહ સિંહની ઈનફાઈટનો ભાગ્યે જ જોવા મળતી ઘટનાનો Video આવ્યો સામે

ADVERTISEMENT

અમરેલી ધારી પંથકમાં ઘણી વખત વાઈલ્ડ લાઈફના એવા દૃશ્યો સામે આવે છે જે જવલ્લે જ જોવા મળતા હોય છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહ અને સિંહણની ઈનફાઈટ જોઈ શકાય છે.
અમરેલી ધારી પંથકમાં ઘણી વખત વાઈલ્ડ લાઈફના એવા દૃશ્યો સામે આવે છે જે જવલ્લે જ જોવા મળતા હોય છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહ અને સિંહણની ઈનફાઈટ જોઈ શકાય છે.
social share
google news
અમરેલીઃ અમરેલી ધારી પંથકમાં ઘણી વખત વાઈલ્ડ લાઈફના એવા દૃશ્યો સામે આવે છે જે જવલ્લે જ જોવા મળતા હોય છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહ અને સિંહણની ઈનફાઈટ જોઈ શકાય છે. સિંહણને પામવામાં સિંહ અને સિંહણ વચ્ચે જંગ જામ્યો હતો. જોકે સિંહને આ જંગમાં સિંહણના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સિંહણની નારાજગીને કારણે સિંહને ઘણા પંજા પણ ખાવા પડ્યા હતા.
કોંગ્રેસ નેતાએ ફોનમાં કંડારી લીધો વીડિયો
આપણે ત્યાં દાંપત્ય જીવનમાં ઘણી વખત પુરુષોને સ્ત્રીની નારાજગીનો ભોગ બનવું પડે છે. આ એક સહજ રીતે મોટાભાગના પરિવારોમાં બનતી ઘટના છે. આવી જ ઘટના વાઈલ્ડ લાઈફમાં પણ જોવા મળી છે. અમરેલી ધારીના કુબડા નજીક સિંહ અને સિંહણ વચ્ચે ભર બપોરે જંગ જામી હતી. લડતા આખલડા આ સિંહ સિંહણનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કંડારી લીધો હતો. હવે આ વીડિયો ફરવા લાગ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વીડિયો લેનાર કોંગ્રેસ નેતા પ્રદીપ કોટડિયા છે. કે જેઓએ આ દૃશ્ય નજરે જોયું અને પોતાના ફોનમાં પણ કંડારી લીધું છે. કુબડાથી દલખાણીયા જવાના માર્ગ પર આ ભાગ્યે જ જોવા મળતા દૃશ્યો કુબડા નજીક સર્જાયા હતા. જુઓ આ વીડિયો…
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT