અમરેલીઃ ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિએ ગુમાવ્યો જીવ, કારના કચ્ચરઘાણ
અમરેલીઃ અમરેલી જાફરાબાદના મીતિયાળા લણસાપુર રોડ પર એક રેતીના ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગુરુવારે સાંજે બનેલી આ ઘટનામાં કારના તો કચ્ચરઘાણ…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલી જાફરાબાદના મીતિયાળા લણસાપુર રોડ પર એક રેતીના ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગુરુવારે સાંજે બનેલી આ ઘટનામાં કારના તો કચ્ચરઘાણ વળી જ ગયા હતા પરંતુ સાથે સાથે બે વ્યક્તિએ જીવ ગહુમાવ્યા હતા. આ અકસ્માત લુણસાપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક બન્યો હતો. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
આ વખતે ગાડી નહીં, બાઈક પલટી ગઈ! અસદ-વિકાસ દૂબે UPના બે એન્કાઉન્ટરની સરખામણી અંગે જાણો
મૃતક બંને પિતા-પુત્ર
અમરેલીના જાફરાબાદમાં મીતિયાળા લુણસાપુર રોડ પર આવેલા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. લુણસાપુર રોડ પર આવેલા એસ આર પેટ્રોલ પંપની નજીક આ અકસ્માત બન્યો હતો. જેમાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. ઢળતી સંધ્યાએ ગુરુવારે આ અકસ્માતની ઘટના ઘટી હતી. મૃતક વ્યક્તિ બંને પિતા-પુત્ર હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. આ તરફ જાફરાબાદ પોલીસને જાણકારી મળતા પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT