નડિયાદઃ લારી પાથરણા દૂર કરવાની માંગ સાથે વેપારીઓએ પાઠવ્યું આવેદનપત્ર
હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદના હાર્દસમા એવા સંતરામ રોડ પર આવેલ સંતરામ નિલયમ કોમ્પલેક્ષના ગેટ આગળ લારી, પાથરણાવાળા અંડિગો જમાવીને બેસતા હોઈ કોમ્પલેક્ષમાં અવરજવર કરવા માટે પરેશાની…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદના હાર્દસમા એવા સંતરામ રોડ પર આવેલ સંતરામ નિલયમ કોમ્પલેક્ષના ગેટ આગળ લારી, પાથરણાવાળા અંડિગો જમાવીને બેસતા હોઈ કોમ્પલેક્ષમાં અવરજવર કરવા માટે પરેશાની થતા આ સમસ્યાનો નિકાલ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાખોની કિંમતની દૂકાનો સામે જ્યારે પથારણાવાળાઓ ધંધો ચમકાવી જતા હોય ત્યારે વેપારીઓ માટે આ મોટો પ્રશ્ન ઊભો થયો છે. સાથે જ ટ્રાફિકને અડચણ પણ સમસ્યા બનતી જાય છે. એક નક્કર ઉકેલ લાવવો હમણા લગભગ ગુજરાતની દરેક સિટી માટે મહત્વનું બન્યું છે.
લોકોને કોમ્પલેક્ષમાં આવતા મુશ્કેલી
શહેરના સંતરામ નિલયમ કોમ્પલેક્ષની બહાર છેલ્લા કેટલાય વર્ષોથી લારીઓ, પાથરણાવાળા, શાકભાજીવાળાઓ દ્વારા જગ્યા પર અડિંગો જમાઇ બેસી જતા કોમ્પલેક્ષમાં ખરીદી કરવા જતા લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઈને આજે વેપારીઓ પરેશાન થતા કચેરીએ રજુઆત કરવા પહોંચી ગયા.
ADVERTISEMENT
વેપારીએ શું કહ્યું?
વેપારી પરેશભાઈના જણાવ્યા અનુસર, ” અમે વેપારીઓ સંતરામ નીલયમ કોમ્પલેક્ માં દુકાન ધરાવીએ છીએ અને અહીંયાની સમસ્યાને લઈ વારંવાર આવેદનપત્ર આપેલું છે. લગભગ ચાર પાંચ વાર આવેદનપત્ર કલેક્ટર કચેરી આપેલું છે. નગરપાલિકામાં ચીફ ઓફિસરમાં પણ આપેલું છે, ડીએસપી ઓફિસની અંદર આપેલું છે, પણ હમણાં સુધી અમારા પડતર પ્રશ્નોનો કોઈ નિકાલ થયો જ નથી. ત્યાં ગંદકી છે, ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે, કે અમારા કોમ્પ્લેક્સમાં લેડીઝની અવરજવા વાળુ કોમ્પલેક્ષ છે. નીચે લારી પથારાવાળા અડીંગો જમાવીને બેઠેલા છે. પણ કોઈ તંત્ર જાગતું નથી, કોઈ એમને સહકાર આપતું નથી એના માટે આવેદનપત્ર છેલ્લી વખત આપવા માટે આવ્યા છે. જો અમારા પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. અમારા કોમ્પલેક્ષમાં 35 જેટલી દુકાન ચાલી રહી છે. પણ આ અસામાજિક તત્વોનો અડીંગો હોઈ નીચે પાર્કિંગમાં પણ વાહન પાર્ક થઈ શકતું નથી. નીચે પાથરણા વાળા બેસે અને અસામાજીક તત્વો નીચે દારૂનું વેચાણ કરે છે અને દારૂની પોટલીઓ પીવે છે. ન્યુસન્સ કરે છે. જેને લઇને કોઇ આવતું નથી અને અમારી ઘરાકી ઘટી રહી છે. તોય કાંઈ કોઈ પગલા ભરતું નથી.
તો બીજી તરફ વેપારીઓએ પાલીકામાં પણ રજૂઆત કરી છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનું સમાધાન આપવની ખાતરી આપવામાં આવી છે. ત્યારે કેટલા સમયમાં વેપારીઓની સમસ્યા દૂર થાય છે તે જોવું રહ્યું…
ADVERTISEMENT
ADVERTISEMENT