રાજકોટની દીકરી પછી વલસાડમાં પણ વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડઃ વલસાડની કોલેજમાં વિદ્યાર્થીનું મોત મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થીના મોતના સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે આ સીસીટીવી સામે આવતા હડકમ મચી ગઇ હતી. ચાલુ કોલેજમાં જ વિદ્યારીથિનું હાર્ટ એટેકથી મોત થતા યુવાનીમાં હાર્ટ એટેક આવવાની ઘટના હાલ ચર્ચાનો વિષય જોડે ચિંતાનું કારણ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે એક જ દિવસ પહેલા રાજકોટની જસાણી સ્કૂલમાં પણ ધોરણ 8માં ભણતી બાળકીનું પણ હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.

મૃતક વલસાડના મોગરા વાડી વિસ્તારનો રહેવાસી
હાલમાં ઠંડીનું જોર વધ્યું છે સાથે સાથે હાર્ટને લગતી સમસ્યાઓ પણ વધતી જોવા મળી રહી છે ત્યારે વલસાડની જે પી શ્રોફ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાની ઘટનાએ ગમગીની છવાઈ છે. બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો આકાશ દિનેશભાઈ પટેલ કે જે માંડ હજુ 17થી 18 વર્ષનો હશે તે વલસાડના મોગરા વાડી વિસ્તારમાં રહે છે. અચાનક હાર્ટ એટેક આવતા તેને તુરંત સારવાર માટે ખસેડવાનું નક્કી કરાયું હતું. અહીં સુધી કે કોલેજ તંત્રએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ મોડું ન થાય તે માટે તેઓ તુરંત કારમાં તેને લઈને નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળતા તેને તેમાં શિફ્ટ કરાયો હતો.

ખાણી-પીણી અને તણાવ ભર્યું જીવન છોડવું જરૂરી
જે પછી તેને નજીકની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં આવતા પહેલા જ આકાશના શ્વાસ રહ્યા ન હતા. જોકે છતા તબીબોએ સીપીઆર અને અન્ય ટ્રીટમેન્ટથી ધબકારા પાછા લાવવાના પ્રયત્નો કર્યા પરંતું તેમાં તેમને સફળતા મળી ન હતી. વલસાડના મોગરા વાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના વિધાર્થીનું મોત હાર્ટ એટકથી થતા યુવા વર્ગ માટે આ મોટી ઘટના છે. જેમાં હાલની ખાણી પીણી સાથે ટેનસન ભર્યા જીવનમાં હવે લાબું જીવન જીવવા માટે તણાવ ભર્યા જીવનમાંથી બહાર આવું જરૂરી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ કૌશીક જોશી, વલસાડ)

    follow whatsapp

    ADVERTISEMENT