વરસાદની આગાહીની અસરઃ મહુવા APMC યાર્ડમાં 14-15મીએ હરાજી બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલઃ હવામાન વિભાગની આગાહીને અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ માવઠા પડવાની શક્યતા છે. જેમાં વરસાદી આગાહી ધરાવતા મહુવાના એપીએમસી દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂતોને લેખિત સૂચના આપવામાં આવી છે કે બે દિવસ તારીખ 14/15 હરાજીનું કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. તો ડુંગળી પકવતા ખેડૂતે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ લાલ ડુંગળી કે સફેદ ડુંગળી લાવવી નહીં.

કચ્છના ચુડવા જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદિપ શર્મા બાદ અમદાવાદથી નાયબ કલેક્ટરની ધરપકડ

વરસાદ થાય તો માલ સાચવવાની વ્યવસ્થા નહીં
મહુવા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ઘનશ્યામ પટેલ એક લેખિત સૂચના અનુસાર જણાવ્યા છે કે, મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ અને સફેદ ડુંગળીના યાર્ડ ઓપન હોવાથી ખેડૂતોના માલ માવઠાની આગાહી અનુસાર કદાચ જો વરસાદ થાય તો આ માલને સાચવવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે જાહેરાત કરવામાં આવી છે. બે દિવસ માટે યાર્ડ હરાજીનું કામકાજ સંપૂર્ણ રીતે બંધ રહેશે લાગતા વળગતા તમામ ખેડૂતોએ સૂચનાનું અમલ કરવાનું રહેશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT