ભાજપની લોકસભા 2024ની તૈયારીઃ સાસણ ગીરમાં પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ભાજપને ગુજરાતમાં જંગી બેઠકો પર જીત મળી છે. 156 બેઠકો પોતાના નામે કર્યા પછી હવે વિધાનસભાની આ ચૂંટણીના પરીણામોના જયજયકાર વચ્ચે હવે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાત ભાજપ દ્વારા લોકસભા 2024ની તૈયારીઓ રૂપે આગામી 17મી માર્ચથી 19મી માર્ચ સુધી સાસણ ગીર કાતે પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે.

દાહોદમાં સ્વયંવરઃ જે લાકડા પર ચઢી બતાવે તેને મળે મન ગમતી યુવતી સાથે લગ્નની તક-Video

ભાજપ લોકસભામાં પણ જીતની તૈયારીઓમાં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આંકડા ગમે તે કહે પરંતુ આ જીત ઈતિહાસના પાનાઓ પર લખાઈ ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામે થયેલા આ રેકોર્ડને તોડવામાં પણ આવનારા સમયમાં અન્ય પક્ષોને ઘણા વર્ષો થઈ પણ શકે છે. કારણ કે અગાઉના 149 બેઠકોના રેકોર્ડને તોડવા મથતી ભાજપને પણ ઘણા વર્ષો રાહ જોવી પડી હતી. જોકે ભાજપ આ ઐતિહાસિક જીતના જયજયકારથી આગળ વધી ગયું અને હવે વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં પણ ઐતિહાસિક જીત મેળવવા કામે લાગી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે અન્ય પક્ષો પણ પોત પોતાની રીતે આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે.

વરસાદની આગાહીની અસરઃ મહુવા APMC યાર્ડમાં 14-15મીએ હરાજી બંધ

જુનાગઢમાં થઈ ખાસ મિટિંગ
ભાજપ દ્વારા આગામી 17મી, 18મી અને 19મી માર્ચે સાસણગીરના વિશાલ લોટસ ઈન ગીર ફોરેસ્ટમાં પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. જેની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના તમામ નેતા, મંત્રીઓ અને કાર્યકર્તાઓ આ તકે ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ ખાતે ખાસ મિટિંગમાં જિલ્લા હોદ્દેદારો, મંડળો અને કાર્યકર્તાઓ સાથે મળી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તેમજ શહેર પ્રમુખ પુનિત શર્મા સહિતના હોદ્દેદારોએ આગામી 17 થી 19 માર્ચ ૨૦૨૩ના રોજ વિશાલ લોટ્સ ઇન ગીર ફોરેસ્ટ, રિસોર્ટ માલણકા ખાતે “પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ” ના આયોજનની તેમજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના નવ નિર્મિત ભવન, જિલ્લા સહકારી બેંકના નવનિર્માણ થનાર બિલ્ડીંગના શિલાન્યાસ કાર્યક્રમ બુથ સશક્તિકરણ અભિયાન અન્વયે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યા હતા.

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT