શિયાળામાં પાણીની બુમો, ઉનાળામાં તંત્ર કેવી હાલત કરશે?: ખંભાતમાં મહિલાઓએ માટલા ફોડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ ખંભાતના રોહિણી ગામે મહિલાઓએ પાણીની માંગ સાથે હોબાળો કરી ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો. છેલ્લા એક માસથી આ ગામના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. અને ગામમાં પાણી ભરવા માટે આભડછેટ રાખવામાં આવતો હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જેને લઈને કંટાળેલા સ્થાનિકોએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કરી માટલા ફોડીને પાણીની માંગ કરી છે. મહિલાઓની સમસ્યાને જોતા નક્કી એવો સવાલ દરેકે કર્યો હતો કે હાલ તો શિયાળો છે અને તેમાં જો પાણીની બુમો પડી રહી છે તો ઉનાળામાં તંત્રના બાબુઓ આ લોકોની શું હાલત કરશે?

નવસારીમાં જ્વેલર્સ અને મોબાઈલ શોપને ટાર્ગેટ કરી ચુનો ચોપડતો હેન્ડસમ ઠગ ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતના રોહિણી ગામે વણકરવાસ અને ભરવાડ વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાં રોડનું કામ થતાં પાણીની મેન લાઇન તૂટી ગઈ છે. જેને લઈને આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે. જેને લઈને વણકરવાસ અને ભરવાડ વાસ વિસ્તારમાં રહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. એટલુજ નહિ ગામના પશુઓને પણ પીવા માટે પાણી નથી મળી રહ્યું. વારંવાર ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ પરિણામ ન આવતા આખરે કંટાળેલી ગામની મહિલાઓ રોહિણી ગામના ગ્રામ પંચાયતે પહોંચી જ્યાં માટલા ફોડીને ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો.

ADVERTISEMENT

પાણી માથે લાવીને 20 ફેરા કરવા પડે છે
આ અંગે ગામના મેઘા બેને જણાવ્યું કે,” છેલ્લા એક મહિનાથી પાણી નથી મળી રહ્યું. પાણીની લાઈન તૂટી ગઈ છે ,અને આ લોકો સરખી કરતા નથી. અને અમે એવું કહીએ છીએ કે અમે સરખી કરાવી દઈશું. તો તેઓ કહી રહ્યા છે કે, અમે સામે કેસ કરી દઈશું. અમારે 16 થી 17 ગયો છે. બધું 20-20 ફેરા પાણી માથે લાવીને પાણી પૂરું પાડીએ છીએ. હવે અમે સમસ્યા સહન કરીને કંટાળી ગયા છે. પંચાયત દ્વારા એવું કહેવામાં આવે છે કે, આજે કરીશું, કાલે કરીશું. એવું કહીને બસ વાયદાઓ કરે છે અને અમને પાછા મોકલી દે છે.”

GUJARAT ના નવા DGP તરીકે આ 5 ચહેરાની ચર્ચા, ભાટિયાને જ મળશે એક્સટેંશન

અમારી જોડે ભેદભાવ રખાય છેઃ સ્થાનીક મહિલા
આ અંગે નિર્મળા બેને જણાવ્યું કે,” છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી અમે એક મહિનાથી હેરાન થઈ રહ્યા છે અને અમારી જોડે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે પાણી ભરવા પણ નથી દેતા. અમે શું કરીએ અમે કંટાળી ગયા છે. ડાયરેક્ટ લાઈન માંથી અમે લેવાની વાત કરીએ તો અમને કહે છે કે અમે પોલીસ કેસ કરી દઈશું. બીજા ગામના લોકો અમને એવું કહી રહ્યા છે એટલે અમે ત્યાંથી પણ પાણી નથી મેળવી રહ્યા અમારી જોડે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જેને લઈને હવે અમે કંટાળી ગયા છે. રોડ કરવામાં આવી રહ્યો હતો, દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ. જેના કારણે પાણી નથી આવી રહ્યું. મહિનાથી આ સમસ્યા છે. પરંતુ પાણીની પાઇપલાઇન રીપેર કરવામાં નથી આવી રહી. જેને લઈને આ સમસ્યા સર્જાઈ છે.”

ADVERTISEMENT

ADVERTISEMENT

રોડ બનતા પાણીની લાઈન તૂટી
આ અંગે ગામના સરપંચ કાંતિભાઈ પરમાર જણાવી રહ્યા છે કે,” પી ડબ્લ્યુ ડી દ્વારા રોડ બનતો હતો, એ દરમિયાન બે ત્રણ જગ્યાએ પાણીની લાઈન તૂટી ગઈ, જેને લઇને પાણી નથી આવી રહ્યું. આજે હું મંજૂરી માંગુ અને કાલે મને મંજૂરી મળે તો રિપેર થઈ જશે. મેં મંજૂરી માંગી અગાઉ પણ મંજૂરી આપનારા સાહેબ કે આજે લખીને આપુ, કાલે લખીને આપું, તમારા સંપમાં પાણી પડે પછી આપું. એ ત્રણ વાર પાણી પાઇપલાઇન રિપેર પણ કરાવી પણ સક્સેસ ના ગયું. હું છેલ્લા દસ પંદર દિવસથી પાઇપ તૂટે અને હું રીપેર કરું છું અને પાણી મળે તે પ્રમાણે કામ કરું છું પરંતુ કોઈ નક્કર પરિણામ નથી આવી રહ્યું.”

તરૂણે પૈસાનો વરસાદ કરાવવાની લાલચે 9 વર્ષના બાળકની બલી ચઢાવી દીધી

PWDના પાપનું પરિણામ ગ્રામજનો ભોગવે છે
મહત્વનું છે કે પી ડબ્લ્યુ ડી દ્વારા ખંભાતના રોહિણી ગામ પાસે રસ્તો બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. અને તે દરમિયાન ગામ તરફ આવતી પીવાના પાણીની મેઈન લાઈનમાં બેથી ત્રણ જગ્યાએ ભંગાણ થયું હતું. જે પી ડબ્લ્યુ ડી કે પછી સંલગ્ન તંત્ર દ્વારા રીપેરીંગ કામ ન કરાયું. અને જેનું પરિણામ ગ્રામજનો ભોગવી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને રોહિણી ગામના વણકરવાસ અને ભરવાડવાસ વિસ્તારના લોકો પાણીથી વંચિત રહ્યા છે. ત્યારે એક તરફ સરપંચ કહી રહ્યા છે કે, મંજૂરી મળે તો કામ થાય. છેલ્લા એક મહિનાથી તેઓ મંજૂરી માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કયા કારણથી મંજૂરી નથી મળી રહી અને આ વિસ્તારના લોકો સાથે આભડછેટ શા માટે રાખવામાં આવી રહ્યું છે તે મુદ્દો હાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT