નવસારીમાં જ્વેલર્સ અને મોબાઈલ શોપને ટાર્ગેટ કરી ચુનો ચોપડતો હેન્ડસમ ઠગ ઝડપાયો
નવસારીઃ નવસારી સહીત સુરત અને અન્ય વિસ્તારોમાં તુષાર બોરાડ નામના હેન્ડસમ ઠગના કારણે લોકો છેતરાવાની ઘટના બનવા લાગી હતી. આ ઘટનાઓને પગલે પોલીસ સતત તેની…
ADVERTISEMENT
નવસારીઃ નવસારી સહીત સુરત અને અન્ય વિસ્તારોમાં તુષાર બોરાડ નામના હેન્ડસમ ઠગના કારણે લોકો છેતરાવાની ઘટના બનવા લાગી હતી. આ ઘટનાઓને પગલે પોલીસ સતત તેની શોધમાં હતી ત્યારે આજે મંગળવારે પોલીસે તે શિક્ષિત ઠગને ઝડપી પાડ્યો છે. સુરતમાં રહેતો તુષાર બોરાડ નામનો શખ્સ મોટા ભાગે જ્વેલર્સ અને મોબાઈલ શોપ્સને ટાર્ગેટ કરતો હતો. તે ઓનલાઈન વસ્તુ મગાવી પછી રૂપિયા નહીં ચુકવવાની છેતરપીંડી ઉપરાંત પેમેન્ટની ખોટી માહિતી આપને છેતરપીંડી કરતો હતો. પોલીસે આજે તેને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતાની પર્સનાલિટી એવી રાખતો કે તેના પર કોઈને શંકા ન જાય અને વાત પણ એટલા જ કોન્ફીડન્સ સાથે કરતો કે તેની વાતમાં કોઈ પણ પરોવાઈ જાય.
GUJARAT ના નવા DGP તરીકે આ 5 ચહેરાની ચર્ચા, ભાટિયાને જ મળશે એક્સટેંશન
અમદાવાદ, સુરત, અમરેલીમાં પણ ગુનાઓ
સુરમતાં રહેતો અને BTechનો અભ્યાસ કરેલો એવો ઠગ તુષાર બોરાડ નવસારીના ભવાની જ્વેલર્સમાંથી 1.12 લાખ રૂપિયાની સોનાની ચેઈનની ઓનલાઈન ચુકવણીની ખોટી માહિતી આપી ચેઈન લઈ ફરાર થઈ ગયો હતો. તે ઉપરાંત તે જ્વેલર્સ અને મોબાઈલ શોપ્સને ટાર્ગેટ કરતો હતો જેમાં તે ઓનલાઈન વસ્તુઓ મગાવે અને પચી રૂપિયા ચુકવતો ન હતો. જલાલપોર પોલીસે તેને ટેક્નીકલ સર્વેલન્સને આધારે ઝડપી પાડ્યો છે. તુષારે ગત ઓક્ટોબર મહિનામાં ભવાની જ્વેલર્સ પાસેથી મનીષ પટેલ બનીને સોનાની ચેઈન લીધી હતી. જોકે તેની ઓનલાઈન પેમેન્ટની ખોટી માહિતી આપીને તે સોનાની ચેઈન લઈ રફ્ફૂચક્કર થઈ ગયો હતો. નવસારી સાથે સાથે સુરત, અમરેલી અને અમદાવાદના પણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. પોલીસે તેની પાસેથી હાલ તો રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે જ હવે તેના અગાઉના ગુનાઓ સહિતના ચિઠ્ઠા ખોલી તેની સામે કડક કાર્યવાહી કરવા કમર કસી છે.
ADVERTISEMENT
તરૂણે પૈસાનો વરસાદ કરાવવાની લાલચે 9 વર્ષના બાળકની બલી ચઢાવી દીધી
(વીથ ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT