સુરેન્દ્રનગરઃ Fast & Furious સ્ટાઈલમાં ચાલુ ટ્રકે 1.07 કરોડની ચોરીના CCTV આવ્યા સામે
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં એક હોલિવુડ ફિલ્મ Fast & Furiousની સ્ટાઈલમાં ચોરીની ઘટના બની છે. જેમાં ચાલુ ટ્રકને લૂંટવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં એક હોલિવુડ ફિલ્મ Fast & Furiousની સ્ટાઈલમાં ચોરીની ઘટના બની છે. જેમાં ચાલુ ટ્રકને લૂંટવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ત્રણ શખ્સો દ્વારા હાઈવે પર દોડી રહેલી ટ્રકમાંથી ઈલેક્ટ્રોનિક્સના સામાનની ચોરી કરવામાં આવી હતી. જોકે આ ચોરી પણ નાની અમથી નહીં પરંતુ આ લૂંટારૂઓ રૂપિયા 1.07 કરોડનો માલ ચોરી કરી ગયા હતા.
વડોદરાની પારૂલ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલ પાછળથી મળ્યું ભ્રુણ
બીજા વાહનવાળાએ કહ્યું ત્યારે ખબર પડી
અમદાવાદ રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગર નજીકથી એક ટ્રકમાંથી માલસામાન ચોરાયાની ઘટના સામે આવી હતી. આ ટ્રકમાં લેપટોપ, મોબાઈલ સહિતનો ઈલેક્ટ્રોનિક સામાન હતો. જે સામાન અમદાવાદથી રાજકોટ તરફ ટ્રકમાં ડિલિવરી માટે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ત્રણેક શખ્સો દ્વારા ચાલુ ટ્રકે જ લૂંટને અંજામ આપ્યો હતો. આ મામલે ડીવાય એસપી ચેતન મુંધવાનું કહેવું છે કે, ગઈ 6 તારીખે પાર્સલની ડિલિવરીના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીનો ટ્રક મોડી રાત્રે નીકળ્યો હતો. તેમાં ડ્રાઈવર હબીબભાઈ રાત્રે રાજકોટ પાર્સલની ડિલિવરી માટે જઈ રહ્યા હતા. રાત્રે બગોદરા થઈને વાયા લિંબડી ખાતે તેઓ રાજકોટ જઈ રહ્યા હતા. બગોદરા ટોલ ટેક્સથી આગળ ચા પાણી માટે રોકાયા હતા. તે પછી તે લિંબડી આવ્યા ત્યાં પણ ચા પાણીને કરીને તે રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે મોડિયા બ્રિજ પાસે કોઈએ ડિપર મારીને નજીક આવી કહ્યું કે તમારા ટ્રકનો દરવાજો ખુલ્લો છે અને બાઈક ચાલકો તેમાંથી સામાન લઈ રહ્યા છે. તેથી તેમણે ટ્રક એક તરફ કરી ચેક કર્યું તો ખબર પડી કે દરવાજાનું સીલ તૂટેલું છે અને સામાન અસ્તવ્યસ્ત છે. લેપટોપ, ઘડિયાળ, મોબાઈલ સહિતનો સામાન જે ગુમ હતો તેની કિંમત 1 કરોડ 7 લાખનો મુદ્દામાલ ચોરી થયો હતો જે આધારે તેમણે ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા પછી ઘણા ક્લૂ મળ્યા છે. તેથી પોલીસની વિવિધ ટુકડીઓ અગાઉ પણ બનેલી ઘટનાઓને ધ્યાને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે.
જુઓ CCTVમાં કેવી રીતે થઈ રહી છે ચોરી
ADVERTISEMENT
સુરેન્દ્રનગર: રાજકોટ -અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં ચાલુ ટ્રકમાંથી ચોરી કરવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહનમાંથી 1 કરોડ કરતા વધારેની રકમના સમાનની ચોરી કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ફિલ્મી ઢબે થયેલી ચોરીનો પર્દાફાશ થયો હતો.#Surendranagar #Gujaratpolice pic.twitter.com/gJO2dbPMJu
— Gujarat Tak (@GujaratTak) January 10, 2023
(વીથ ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT