BJP વિપક્ષમાં કોંગ્રેસને ન બેસાડવાના મૂડમાંઃ વિરોધ પક્ષના નેતા માટેનું મકાન પોતાના મંત્રીને ફાળવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હાલમાં જ પૂરી થઈ અને તેના જે પરિણામો આવ્યા તેમાં ઘણા જ રેકોર્ડ્સ બન્યા છે અને ઘણા અપસેટ સર્જાયા છે. ગુજરાતમાં ક્યારેય કોઈ પક્ષ વિપક્ષમાં પણ બેસી ન શકે તેટલી બેઠકો મેળવીને આવ્યો હોય તો તેવું માત્ર આ જ વખતે બન્યું છે. જેના પગલે વિપક્ષમાં કોંગ્રેસને બેસાડવાના મૂડમાં ભાજપ ન હોવાનું જોવાઈ રહ્યું છે. તેનો અંદાજ તેના પરથી લગાવાઈ રહ્યો છે કે નેતા વિપક્ષને ફાળવવામાં આવતા સરકારી બંગલો હવે ભાજપ સરકારે પોતાના જ મંત્રીને ફાળવી દીધો છે.

G 20 સમિટને લઈ રાજ્યમાં તડામાર તૈયારી શરૂ, રિયલટાઇમ અપડેટ માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ

વિપક્ષપદ આપવું સભાપતિનો અબાધિત અધિકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપની જંગી જીત સામે કોંગ્રેસ પાસે માત્ર 17 બેઠકો જ હતી જ્યારે આ તરફ આમ આદમી પાર્ટી 5 બેઠકો પર જીત મેળવી શકી હતી. ગુજરાતમાં સરકાર બનવાના દાવા તમામે કર્યા હતા પરંતુ પરિણામો પછી ચિત્ર બદલાઈ ગયા હતા. ગુજરાત વિધાનસભામાં હવે વિપક્ષમાં બેસવું હોય તો કુલ બેઠકોના દસ ટકા બેઠકો મેળવવી અનિવાર્ય છે. એટલે કે 182 માંથી 18 બેઠકો તો મેળવવી જ રહી, જોકે કોંગ્રેસ પાસે તેટલી બેઠકો પણ ન હોવાને કારણે તે વિપક્ષમાં બેસી શકે તેમ નથી. આ તરફ ભાજપ ઈચ્છે તો વિપક્ષમાં બેસાડી શકે તેમ છે. વિપક્ષનું પદ આપવું તે સભાપતિનો અબાધિત અધિકાર છે. જોકે ભાજપ કોંગ્રેસને વિપક્ષમાં બેસાડવાના મૂડમાં નથી તેવો અંદાજ આવી રહ્યો છે.

BJP સાંસદે પ્લેનનો ઇમરજન્સી ગેટ ખોલ્યો હવે ઉડ્ડયન મંત્રી તેમના બચાવમાં ઉતર્યા

આપ કોંગ્રેસને બાહ્ય ટેકો જાહેર કરે તો?
મતલબ કે આ વખતે જાણે ચૂંટણી પરિણામ પછી વિધાનસભા વિપક્ષ વગરની જ રહી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે. રાજકીય પંડીતોનું માનીએ તો હાલમાં જ વિપક્ષ નેતાને જે બંગલો ફાળવવામાં આવતો હોય તે તે અત્યાર સુધી ફાળવાતો બંગલો હવે હાલની સરકારના મંત્રીને ફાળવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે અમિત ચાવડા કોંગ્રેસી ધારાસભ્યોના નેતા જ બનીને રહેશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ તરફ જો આપ કોંગ્રેસને ભલે સીધી રીતે ટેકો ન કરે પરંતુ બાહ્ય ટેકો જાહેર કરે તો પણ વિપક્ષમાં કોંગ્રેસને બેસવું શક્ય બને તેમ છે. જોકે આપ તેવું કરે તેવા ગણિત બેસી રહ્યા નથી કારણ કે જ્યાં એક તરફ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એક જ છે તેવી બુમરાણ મચાવી મત માગ્યા હતા ત્યાં કોંગ્રેસને ટેકો આપી આગામી ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે તેવું પક્ષમાં ઘણા માને છે. જેથી આપ કોંગ્રેસને ટેકો કરે તે વાતમાં માલ લાગી રહ્યો નથી માટે હવે વિપક્ષનું પદ ખાલી રહે તેવી શક્યતાઓ પ્રબળ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT