ચૂંટણી પછીનું નવું આંદોલનઃ મહીસાગરમાં વય નિવૃત થયેલા શિક્ષકોને GPF ફંડ ન મળતા આંદોલન

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી.મહિસાગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલમાં જ પુરી થઈ, તે પહેલાના સમયમાં સરકારનું નાક દબાવવા ઘણા આંદોલનો થયા. ઘણા આંદોલનોમાં કેટલાકને યોગ્ય ન્યાય મળ્યો તો ઘણા હજુ પણ રાહમાં છે. અમરેલીમાં તો આરોગ્ય કર્મચારીઓને ચૂંટણી પહેલા આંદોલન કરવાના ઈનામ રૂપે આપવામાં આવેલો ભાવ વધારો પાછો પણ ખેંચી લેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પછી પણ ઘણા આંદોલનો અને નારાજગીઓ હજુ પણ યથાવત છે ત્યારે ગુજરાતમાં એક વધુ આંદોલન અને અલગ જ મુદ્દાનું આંદોલન શરૂ થઈ મોટું સ્વરૂપ લેવાના આરે છે. મહીસાગર જિલ્લાના વય નિવૃત્ત શિક્ષકો આંદોલનના માર્ગે ચાલ્યા છે. તો જાણીએ કે તેઓની શું માગણી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન
મહીસાગર જિલ્લામાં વય નિવૃત થયેલ શિક્ષકોને જીપીએફ ફંડના બચતના નાણાં ન મળતા આંદોલનના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમણે આજે મંગળવારે પ્રાથમિક શિક્ષણાધિકારીને આ મામલાને લઈને આવેદનપત્ર પાઠવ્યું છે. મહીસાગર જિલ્લામાં વય નિવૃત થયેલ શિક્ષકોને જીપીએફ ફંડના બચતના નાણાં ન મળતા નિવૃત થયેલા શિક્ષકો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે પહોંચીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પોતાની માંગ જલ્દી સ્વીકારાય તે સાથેની રજૂઆત કરતા આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

ફંડના રૂપિયા 2 વર્ષથી લટકતા
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના અંદાજીત 70 જેટલા શિક્ષકોને રિટાયર્ડ થયા બાદ અત્યાર સુધી જીપીએફ ફંડના બચતના નાણાં ન મળતા તેઓ દ્વારા જીપીએફના નાણાં મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રિટાયર્ડ શિક્ષકો આજે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પહોંચીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને પોતાની રજૂઆત કરી હતી. જણાવ્યું હતું કે તેઓ બે વર્ષથી રિટાયર્ડ થયા હોવા છતાં હજી સુધી તેઓને જીપીએફના નાણાં મળતા નથી. જીપીએફના નાણાં ન મળતા નિવૃત શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે નાણાં ચૂકવાઈ જાય તેવી તેઓ દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT