બોલો… મહીસાગર જિલ્લા ભાજપે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરને પુસ્તકોથી તોલ્યા
મહિસાગરઃ શિક્ષણ મંત્રીની તુલા કરેલી નોટબુકોનું ગરીબ બાળકોમાં વિતરણ કરવાના હેતુ સાથે ભાજપે શિક્ષણ મંત્રીને નોટબુક અને પુસ્તકોથી તોલી નાખ્યા છે. ત્યારે ચર્ચા એવી ચાલી…
ADVERTISEMENT
મહિસાગરઃ શિક્ષણ મંત્રીની તુલા કરેલી નોટબુકોનું ગરીબ બાળકોમાં વિતરણ કરવાના હેતુ સાથે ભાજપે શિક્ષણ મંત્રીને નોટબુક અને પુસ્તકોથી તોલી નાખ્યા છે. ત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે જો ગરીબ બાળકોમાં પુસ્તકોની વહેંચણી કરી સેવા જ કરવાનો હેતુ હતો તો શિક્ષણમંત્રીને તોલવાની ક્યાં જરુર હતી? શિક્ષણ મંત્રીએ સ્વાગતના આ નવા અભિગમ વિશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુંકે મને નાનપણમાં અભ્યાસ દરમિયાન પડેલી મુશ્કેલીઓ આજના વિદ્યાર્થીઓને પડે નહીં તે માટે મારા સ્વાગતમાં માટે આવેલા તમામ શૈક્ષણિક સામગ્રીનું ગરીબ વિદ્યાર્થીઓમાં કરવામાં વિતરણ આવશે.
મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા શિક્ષણમંત્રી સહિત ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોરની નોટબુક તુલા કરવામાં આવી#Mahisagar #BJP #KuberDindor pic.twitter.com/TnvLT7FmKd
— Gujarat Tak (@GujaratTak) December 24, 2022
‘બાળપણમાં મંત્રીએ વેઠેલો કષ્ટ બીજાને ન વેઠવો પડે’
મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા શિક્ષણમંત્રી સહિત ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા વેદાંત સ્કૂલ સંકુલ ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, સંતરામપુરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારનો અભિવાદન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરને આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રીનું પદ મળતાં કાર્યકરોએ ઉત્સાહથી વધાવ્યા હતા. તેમણે પોતાના બાળપણમાં શિક્ષણમાં નોટબુક પેન જેવી બાબતોનો અભાવ વેઠ્યો છે તેવો અભાવ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ના વેઠવો પડે તે માટે અભિવાદનમાં ફૂલહારના સ્થાને નોટબુક પેન જેવી બાળકોને શિક્ષણમાં ઉપયોગી ચીજવસ્તુઓ સ્વીકાર કરવાનો સંકલ્પ કર્યો છે. જેને જિલ્લા ભાજપે સહર્ષ વધાવી લેતાં શિક્ષણમંત્રીની નોટબુક તુલા કરવામાં આવી. આ નોટબુકો શાળાના બાળકોને વિતરણ કરાશે.
ADVERTISEMENT
આ કાર્યક્રમને સંબોધતા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત ચૂંટાયેલા ધારાસભ્યોએ સરકાર સૌના સાથ સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહી છે. કાર્યકરોએ પરીશ્રમ કર્યો અને પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે ત્યારે હરહંમેશ કાર્ય માટે તત્પરતા દાખવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ચૂંટાયેલા ધારાસભ્યોએ સૌનો અંત:કરણ પૂર્વક ઋણ સ્વીકાર કરી આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા,પૂર્વ ધારાસભ્યો હીરા પટેલ, કાળુ માલીવાડ, જિજ્ઞેશ સેવક,મહામંત્રીઓ હોદ્દેદારો પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT