છોટાઉદેપુરઃ મહિલા બસ કંડક્ટરની ખૌફનાક હત્યા, પોલીસ પતિએ જ ગળુ કાપી નાખ્યું પછી ત્યાં જ બેસી ગયો

ADVERTISEMENT

police
police
social share
google news

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં એક મહિલા કંડક્ટરની તેના જ પતિ દ્વારા હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે. આ મહિલાનો પતિ પોતે પણ એક પોલીસ કર્મચારી છે. પત્નીની હત્યા પછી જાણે સાવ કોઈ અલગ જ દૂનિયામાં હોય તે રીતે તે પત્નીની લાશની બાજુમાં જ બેસી ગયો હતો. તેણે મહિલાની હત્યા નિર્દયતાથી કરી નાખી હતી. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના ચારિત્રય પર હતી પતિને શંકા
છોટાઉદેપુરમાં આવેલા પાવીજેતપુરના ભીખાપુરા ગામે રહેતી મંગુબેન રાઠવા નામની મહિલા બસ કંડક્ટર તરીકે કામ કરી જીવન ગુજારો કરતી હતી. તેનો પતિ અમૃત રાઠવા પણ પોલીસ વિભાગનો હિસ્સો છે. પ્રારંભીક ધોરણે મળી રહેલી માહિતી પ્રમાણે અમૃતને તેની પત્નીના ચારિત્રયને લઈને તેના પર શંકા હતી. જેના કારણે તે તેના પર ગુસ્સે થયો હતો અને તેણે પોતાની પત્ની મંગુબેનનું ગળુ કાપી નાખ્યું હતું. તેણે પોતાની પત્નીને એકદમ નિર્દયતાથી મારી નાખી હતી અને પાછો પત્નીનું ગળું કાપી નાખ્યા પછી તે ત્યાં જ બીસી રહ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT