વડોદરાની પારૂલ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલ પાછળથી મળ્યું ભ્રુણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરાની પારુલ યુનિવર્સિટી અને વિવાદો એક બીજાના પર્યાય રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓનો વિવાદ હોય કે ખુદ પારુલ યુનિવર્સિટીના માલિકને મામલે હોય. વિવાદો ચકચાર ભર્યા જ રહ્યા છે. આજે મંગળવારે વધુ એક ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે. પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાછળથી એક ભ્રુણ મળતા ભારે ચકચાર મચી છે. ભ્રુણ મળી આવવાની ઘટનાએ આ સાથે જ ઘણા સવાલો પણ ઊભા કર્યા છે. પોલીસે આ ઘટનામાં હવે વધુ તપાસ હાથ ધરી છે.

ભ્રુણ અહીં કેવી રીતે આવ્યું?- તપાસ
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આજે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે અહીંની ગર્લ્સ હોસ્ટેલની પાછળના ભાગેથી એક ભ્રુણ મળી આવ્યું છે. વાઘોડિયા પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા પોલીસ દ્વારા આ ભ્રુણ અહીં કેવી રીતે આવ્યું, તેની પાછળની હકીકત શું છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગર્લ્સ હોસ્ટેલ પાછળથી મળેલા ભ્રુણની પાછળની ઘટના શું છે તેના માટે તપાસ આદરી છે.

5થી 6 મહિનાનું ભ્રુણ કોથળીમાં ફેક્યું
યુનિવર્સિટીની હોસ્ટેલ પાછળના ભાગેથી મળેલું ભ્રુણ એક પ્લાસ્ટીકની કોથળીમાં હતું. અહીં 5થી 6 મહિનાનું ભ્રુણ હોવાનું પ્રારંભીક ધોરણે જાણવા મળી રહ્યું છે. અધુરા મહિને ગર્ભપાત કરીને ગર્ભનો નિકાલ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં ડોગ સ્કવોડ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ થઈ ગઈ છે. અટલ હોસ્ટેલની પાછળના ભાગે બાગમાં કોઈ પ્લાસ્ટીકની બેગમાં ભ્રુણ ફેંકી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT