આણંદઃ હથોડા ચોરી મામલે થયેલી બબાલમાં કોન્સ્ટેબલે કરી નાખી હતી કર્મચારીની હત્યા
હેતાલી શાહ.આણંદઃ આણંદના બેડવા ગામે રહેતો અને પોલીસ વિભાગની એમટી શાખામાં આઉટ સોર્સમાં નોકરી કરતાં 19 વર્ષિય યુવકની લાશ 20મી ડિસેમ્બરના રોજ મળી હતી. આ…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આણંદના બેડવા ગામે રહેતો અને પોલીસ વિભાગની એમટી શાખામાં આઉટ સોર્સમાં નોકરી કરતાં 19 વર્ષિય યુવકની લાશ 20મી ડિસેમ્બરના રોજ મળી હતી. આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાની હોવાનું જણાતાં પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં આ હત્યા પાછળ એમટી શાખામાં જ ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સંડોવાયેલો હોવાનું ખુલતાં તેની અટક કરી પુછપરછ કરતાં તેણે એમટી શાખામાંથી હથોડો ચોરી કર્યો હોવાની બાબતે થયેલી બોલાચાલીમાં થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
આણંદના બેડવાથી મોગર જતા રસ્તા પર આવેલી નહેરમાંથી 19 વર્ષિય યુવકની લાશ 20મી ડિસેમ્બરના રોજ મળી હતી. જેની ઓળખ કરતાં તે આણંદ જિલ્લા પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતો જયદીપ ભરતભાઈ હરિજન હોવાનું ખુલ્યું હતું. તેને અજાણ્યા શખસે માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો હતો.
આણંદ ડીવાયએસપી સાથે શું કહ્યું
ડીવાયએસપી બી એન પંચાલે કહ્યું, તારીખ ૨૦-૧૨ ના રોજ સવારના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેડવા ગામ પાસેથી મોગર તરફ જતી કેનાલમાંથી એક પુરુષની ડેડબોડી મળી આવતા તાત્કાલિક ખંભોળજ પોલીસ તથા જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડબોડીની તપાસ હાથ ધરી. જેમાં મર્ડરનો ગુનો હોવાની હકીકત જણતા વેરીફાઈ કરી ભરતભાઈના પત્ની સોનલબેન હરિજને પોતાના દિકરાનું કોઈ અગમ્ય કારણોસર હત્યા કરી હોવાનો ગુનો ખંભોળજ પોલીસ મથકે નોધવ્યો હતો. આ ગુનો અંડરટેક હોય પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર મીના દ્વારા એલસીબીની ટીમ તથા ખંભોળજ પોલીસની ટીમને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવી હતી. આ ઘટનામાં હ્યુમન રિસોર્સ અને ઇલેક્ટ્રોનિક્સ સર્વિલન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાસ્ટ સીન ટુ ગેધરની જે થીયરી છે તે પ્રમાણે મરણ જનાર તારીખ 19 12 2022 ના રોજ સાંજના સાત વાગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોય જયદીપ આઉટસોર્સનો ડ્રાઇવર હતો. સાત વાગ્યા પછી મહિલા પોલીસ સ્ટેશનથી ગયો હોવાની હકીકત મળી હતી.
ADVERTISEMENT
જયદિપને લિફ્ટ આપવાનું કહી સાથે ગયા
જેને લઇને મહિલા પોલીસ સ્ટેશનથી લઈ બેડવા ગામ સુધીના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કર્યો જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમના જે સીસીટીવી કેમેરા છે. તેમાં મૃત્યુ પામનાર જયદીપની સાથે એમપીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ચાવડાનું લોકેશન મળી આવતા હરપાલસિંહ બળવંતસિંહ ચાવડાએ પોતાની મોટરસાયકલ પરથી આ જયદીપને મહિલા પોલીસ સ્ટેશનની બહારથી બેસાડ્યો અને પછી તેમના તમામ કેમેરા પર હરપાલસિંહની બાઈક પર મરણ જનાર જયદીપ મળી આવતા, તેનું લોકેશન ટ્રેસ કરી અને હરપાલસિંહની પૂછપરછ કરતા આ બાબતે હરપાલસિંહે આ ગુનો કર્યો હોવાનું કબુલાત કરી છે. હરપાલસિંહ બળવંતસિંહ ચાવડા એમપીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેથી તારીખ 19- 12- 2022 ના રોજ પોતે ઉમરેઠનો વતની હોય અને ઉમરેઠમાં રહેતા હોય મોટર સાયકલ લઈને જતા હતા. તે દિવસે જયદીપને લિફ્ટ આપવાનું કહી બંનેને સાથે ગયા અને મોગર તરફ જતી સીમ પાસેથી બંને બેઠા હતા. તે દરમિયાન જયદીપના બેગની અંદર એમપીમાં રાખવામાં આવતો હથોડો જે બાબતે તેને પૂછ્યું કે ક્યાંથી પૂછ્યું તો આતો એમપીનો સરસ સામાન છે. તો એમપીમાં જે નોકરી કરતા હોય તો આ પ્રકારની વસ્તુ ન લઈ શકાય. આ વચ્ચે બોલાચાલી થઈ પોતાની પાસે જે હથોડો છે તે હરપાલસિંહના માથાના ભાગે મારી મોત નિપજાવી તેની લાશને કેનાલમાં નાખી દીધી હોવાની હકીકત સામે આવી.
હરપાલની અટકાયત કરતાં પોલીસને વધુ માહિતી મળી
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમારની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા ખંભાળજ પોલીસ તથા એલ.સી.બી ની અલગ અલગ ટીમ બનાવી ગુનાની તપાસ દરમ્યાન હ્યુમન રિસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમ સી.સી.ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા આ ગુનો આરોપી ઉમરેઠનો રહેવાસી હરપાલસિંહ બળવંતસિંહ ચાવડાએ કરેલ હોવાની માહીતી મળી હતી. આથી, હરપાલસિંહની અટક કરી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા હત્યાની આગલી રાતે મરનાર જયદિપ તથા હરપાલસિંહ બેડવા ગામે કેનાલ પર બેઠા હતાં. તે દરમ્યાન જયદિપની બેગમાં એક લોખંડની હથોડી નિકળી હતી. જે હથોડી અંગે હરપાલે પુછતાં તેણે એમટી શાખામાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, હરપાલે આ બાબતે વિરોધ કરી તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં હરપાલસિંહે હથોડી આંચકીને જયદિપના માથામાં મારી દેતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જોકે, ઘટનાથી હતપ્રભ બની ગયેલા હરપાલસિંહે લાશને કેનાલમાં નાખી દીધાનું ખુલ્યું હતું. આથી, હરપાલસિંહને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
ADVERTISEMENT
હરપાલસિંહ હજુ થોડા સમય પહેલા જ આણંદ પોલીસમાં આવ્યો હતો
એમટી શાખાનો પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ પહેલા સાબરકાંઠામાં નોકરી કરી હતી. જ્યાંથી બદલી કરાવી આણંદ આવ્યો હતો. તેને એમટી શાખામાં ફરજ દરમિયાન જયદીપ સાથે પરિચય થયો હતો. તે ઉમરેઠ રહેતો હતો અને જયદીપ આણંદ – ઉમરેઠ વચ્ચે આવતા બેડવા ગામે રહેતો હતો. આથી, અવાર નવાર બન્ને એક જ બાઇકમાં અવર જવર કરતાં હતાં. હત્યાની ઘટના સમયે પણ બન્ને બાઇક પર બેસી સાથે નિકળ્યાં હતાં.
ADVERTISEMENT
આણંદ ટાઉનથી બેડવા સુધીના તમામ સીસીટીવી ફુટેજમાં હરપાલ સાથે દેખાતો હતો
આણંદ નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, હત્યાના ગુનાને ઉકેલવા માટે નેત્રમ અંતર્ગતના તમામ કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આણંદ ટાઉનથી લઇ છેક સુધી હરપાલસિંહની બાઇક પર જ જયદીપ દેખાયો હતો. આથી, આ હત્યા પાછળ ક્યાંકને ક્યાંક કોન્સ્ટેબલ હરપાલ જોડાયો હોવાની શંકા જતાં તેની અટક કરી સઘન પુછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT