અમદાવાદઃ નારણપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે ફૂટપાથ પર થયું એવું કે ASIને નોકરીના પડી ગયા વાંધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના નારણપુરા પોલીસ મથકની બિલકુલ સામે ઊભા રહીને પોલીસ સ્ટેશનના જ એએસઆઈ (આસિ. સબ ઈન્સપેક્ટર)ની કરતૂતો પરથી પડદો ઉચકાઈ ગયો છે અને હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે આ પોલીસ કર્મચારીની નોકરી અને પગાર જોખમાયા છે. નારણપુરા પોલીસ મથકની સામે ફૂટપાથ પર આ એએસઆઈ રૂપિયા 50 હજારની લાંચ લઈ રહ્યા હતા જોકે તે જ સમયે એસીબીની એન્ટ્રી થઈ જતા પોલીસ કર્મી મુશ્કેલીમાં પડી ગયો હતો. એસીબીના હાથે રંગે હાથ પકડાઈ જતા હવે તેના સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે આ કાર્યવાહી દરમિયાન નિયમો પ્રમાણે તેના પગાર અને નોકરી પર પણ કાર્યવાહી થશે તે નક્કી છે.

ઘટના શું બની
ઘટના એવી બની છે કે, એક વ્યક્તિ જેનું નામ અહીં ગુપ્ત રખાયું છે તે તા. ૨૬/૧૦/૨૦૨૨ ના રોજ અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. તે બાબતે આ વ્યક્તિએ ફરિયાદી બનીને તા. ૦૨/૧૧/૨૦૨૨ ના રોજ ફરિયાદ આપી હતી અને ફરિયાદીના સામા વાળાએ તા. ૧૩/૧૧/૨૦૨૨ ના રોજ ફરિયાદી વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. આમ સામ સામે બે પક્ષોની ક્રોસ ફરિયાદ હતી. જેમાં આ વ્યક્તિના સામાવાળાઓ પોલીસ સ્ટેશન હાજર થઇ જામીન મેળવી લીધા હતા. ત્યારબાદ નારણપુરા પોલીસ મથકના એએસઆઈ અનિલ કુમાર રામઆશરે શુક્લાએ તેમના મોબાઇલથી ફરિયાદીને ફોન કર્યો અને કહ્યું તારા વિરૂધ્ધ ફરિયાદ થઈ છે. જેથી પોલીસ સ્ટેશન આવી મને મળવું ત્યારે ફરિયાદીએ તેમને મળવા જતા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે, તારે લોકઅપમાં ના રહેવું હોય અને માર નહીં ખાવો હોય તથા બારોબાર કોર્ટમાં રજુ થવું હોય તો તારે રૂ.૫૦,૦૦૦/- આપવા પડશે. જેથી આ કામના ફરિયાદીએ આરોપી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી ત્યારે આરોપીએ લાંચના નાણાની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદીએ ફરિયાદ આપતા આજે લાંચનું છટકું ગોઠવાયું હતું. જોકે નાણાની ખનખન વચ્ચે એએસઆઈને છટકાની ગંધ આવી નહીં અને લાંચ પેટે રૂ. ૫૦,૦૦૦/- લાંચની રકમ પંચની રૂબરૂમાં સ્વીકારી લીધી હતી. એસીબીએ તેને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT