સુરતઃ પશુપાલકોએ કલેક્ટર પાસે માગ્યું ઈચ્છા મૃત્યુ, જાણો શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં ઓલપાડ તાલુકાના કુવાદ ગામના લોકો દ્વારા આજે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માગ કરવામાં આવી હતી. જોકે તેમણે આવી માગ એટલે કરી હતી કે હાલમાં જ કલેક્ટરે અહીં એક 495 નંબરમાં ઝીંગા તળાવ બનાવવાની પરવાનગી આપી છે. જેના કારણે પશુ પાલકોમાં નારાજગી વ્યાપી છે. તેમનું કહેવું છે કે અહીં ઝીંગા તળાવના કારણે પશુઓને ચરવા માટે ક્યાં લઈ જવા તે પ્રશ્ન ઊભો થાય છે તેથી પરવાનગી રદ્દ કરવામાં આવે.

‘પરવાનગી રદ્દ કરો અથવા ઈચ્છા મૃત્યુ આપો’
સુરતમાં ઓલપાડ તાલુકાના કુવાદ ગામ દ્વારા કલેક્ટરને પોતાનો ઝીંગા તળાવ બનાવવાની પરવાનગી આપતો નિર્ણય પાછો ખેંચવા માટે માગ કરી છે. આ પશુ પાલકોએ આ માગણી સાથે સાથે જો કલેક્ટર દ્વારા આમ નથી કરવામાં આવતું તો તેઓ અમારી ઈચ્છા મૃત્યુની માગને પરવાનગી આપે તેવી વાત કરવામાં આવી હતી. આ સાથે જ અહીં ગામના લોકો દ્વારા કહેવાયું હતું કે, અહીં બ્લોક નંબર 495માં ઝીંગા તળાવ બનાવવા માટે સુરતના કલેક્ટર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પશુ પાલક અરજદારોનું કહેવું છે કે, ઝીંગા તળાવના કારણે પશુ પાલક વ્યવસાયને નુકસાન થશે, કારણ કે તે પછી પશુ ચારણ માટે ક્યાં જશે તે પ્રશ્ન છે. સુરત કલેક્ટરને પરવાનગી રદ્દ કરવાની માગ કરી છે. જો પરવાનગી રદ્દ નહીં કરે તો ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માગ કરી છે. ઈચ્છા મૃત્યુની અરજી માટે સુરત કલેક્ટરને આજે ગુરુવારે રજૂઆત કરવામાં આવી હતી.

(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT