ગુજરાતના સિદ્ધપુરના દ્રશ્યો હચમચાવી મુકનારાઃ પશુઓના કંકાલનો ઢગલો, હાડકાથી મેદાન ભરાયેલુ
વિપિન પ્રજાપતિ.પાટણઃ આપને અહીં શરૂઆતમાં જ જણાવી દઈએ કે સિદ્ધપુરના આ હચમચાવી મુકનારા દ્રશ્યો અહીં અમે આપ સમક્ષ રજુ કરી શકીએ તેમ નથી કારણ કે…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ.પાટણઃ આપને અહીં શરૂઆતમાં જ જણાવી દઈએ કે સિદ્ધપુરના આ હચમચાવી મુકનારા દ્રશ્યો અહીં અમે આપ સમક્ષ રજુ કરી શકીએ તેમ નથી કારણ કે તે અત્યંત ધૃણાસ્પદ છે. ઘટનાની વાત કરીએ તો આ ઘટના સિદ્ધપુરના નાગવાસન ગામની છે. નાગવાસન ગામમાં આવેલી પાંજરાપોળ નજીક પશુઓના કંકાલ મળતા ગૌ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી અને સંસ્થાઓ દ્વારા યોગ્ય રીતે નિકાલ નહીં થતા તેમજ ગાયોની કતલ કરવાનો આરોપ મૂક્યો હતો, આ સંસ્થામાં મૃત પશુઓનો વીડિયો બહાર આવતા સમગ્ર શહર અને ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ અકસ્માતઃ ખેડામાં એક સાથે 6 લોકોની નનામી નીકળી, ગામના મોટા ભાગના ઘરોમાં ના સળગ્યા ચુલા
મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી
જેને લઇ રુદ્રેશ પંડ્યા નામના વ્યક્તિ સહિત અનેક ગૌપ્રેમીઓએ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની તપાસ કરવા અરજી આપતા મામલો સંગીન બન્યો હતો. મૃત પશુઓના અવશેષો મળ્યા હતા પરંતુ આ પશુધન મરી જાય પછી ઢોર ખેંચવા વાળાને આપવામાં આવે છે. ત્યારે અહીં પાંજરાપોળમાં પણ પશુઓની હાલત અત્યંત દયનીય જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT