GUJARAT: બીજા તબક્કામાં દરેક જિલ્લામાં નિરસ મતદાન, અમદાવાદના આંચકાજનક આંકડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન પુર્ણ થયું હતું. બીજા તબક્કામાં 60.03 ટકા મતદાન થયું છે. જો કે 2017 ની તુલનાએ મતદાન ઘટ્યું છે. ગુજરાતના જિલ્લા અનુસાર મતદાનની વાત કરવા જઇએ તો ઓવર ઓલ તમામ જિલ્લાઓમાં મતદાન ઘટ્યું હતું. લગભગ તમામ જિલ્લાઓમાં 10 કે તેનાથી વધારે ટકા જેટલું મતદાન ઘટ્યું હતું.

ગુજરાતના બીજા તબક્કાની વાત કરીએ તો આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં 2017 ની તુલનાએ 10.27 ટકા ઓછું મતદાન થયું હતું. પાટણમાં 12.77 ટકા, મહેસાણામાં 11.54, સાબરકાંઠામાં 10.28 ટકા, અરવલ્લીમાં 10.26, ગાંધીનગરમાં 12.89 ટકા, અમદાવાદમાં 13.53 ટકા, આણંદમાં 12.78 ટકા, ખેડા 9.35, મહીસાગરમાં 12.6, પંચમહાલમાં 8.93, દાહોદમાં 11.04 ટકા, વડોદરામાં 14.58 ટકા અને છોટાઉદેપુરમાં 7.08 ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. જેથી આ જિલ્લાઓમાં સરેરાશ વાત કરીએ તો 9.27 ટકા મતદાન ઓછું થયું હતું.

મતદાન પ્રત્યે લોકોમાં કેટલી નિરાશા જોવા મળી તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે એક પણ જિલ્લામાં મતદાન વધ્યું નહોતું. જો કે કથિત રીતે અશિક્ષીત ગણાતા જિલ્લામાં સૌથી સારૂ મતદાનજોવા મળ્યું હતું. જ્યારે સૌથી એજ્યુકેટેડ ગણાતા શહેરી વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી ખરાબ મતદાન રહ્યું હતું. સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં જ થયું હતું.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભામાં અમદાવાદની 21 અને વડોદરાની 10 સીટો નિર્ણાયક છે. આ પ્રકારે બીજા તબક્કાની કુલ 93 બેઠકમાંથી 31 સીટો તો માત્ર આ બે જિલ્લાઓમાં જ છે. જો કે મતદાન બાબતે આ બંન્ને જિલ્લાઓના આંકડા ખુબ જ નિરાશાજનક રહ્યા હતા. અમદાવાદમાં 55.21 અને વડોદરામાં 63.81 ટકા મતદાન થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT