ગુજરાત સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કારની જાહેરાત, રામ મોરી-મોહન પરમારને મળ્યું પુરસ્કાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારની જાહેરાત થઇ ચુકી છે. પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવા સાહિત્યકાર રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કરાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખીય છે કે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચ કામગીરી બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા જાહેરાત
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ અપાય છે. ગુજરાતી ભાષામાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાગ્યેશ જ્યા અકાદમીના અધ્યક્ષ છે. કાર્યવાહક સમિતીની બેઠકમાં પુરસ્કાર અંગે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોણ છે મોહન પરમાર?
સાહિત્ય ગૌરવ પુરસ્કાર વર્ષ 2021 અંતર્ગત પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારનો 15 માર્ચ 1948 માં જન્મેલા છે. તેઓ ટુંકી વાર્તા, નવલકથાકાર અને વિવેચક છે. તેમની લઘુવાર્તા સંગ્રહ આંચળાને 2011 માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળી ચુક્યો છે. તેઓ અગાઉ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સામાયિક હયાતીના સંપાદક પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક સામાયિક પરબના નાયબ સંપાદક પણ રહી ચુક્યાં છે.

ADVERTISEMENT

જાણો કોણ છે રામ મોરી?
જ્યારે રામ મોરીનો જન્મ 2 ફેબ્રુઆરી, 1993 ના દિવસે થયેલો છે. ગુજરાતીમાં ટુંકી વાર્તા, પટકથા અને કટારલેખક પણ છે.તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટુંકી વાર્તાઓ માટે જાણીતા છે. મહોતુ તેમની ટુંકી વાર્તાનો સંગ્રહ છે. જેને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2017 પણ પ્રાપ્ત થઇ ચુક્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT