ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ, 1 દર્દીનું મોત
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો નોંધાયો છે. એકબાજુ વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો નોંધાયો છે. એકબાજુ વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે, જેની સામે 317 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 94 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું મોત થયુ છે.
અમદાવાદમાં 94 નવા કેસ
કોરોનાના કેસોમાં ફરીવાર ઉછાળો નોંધાતા રાજ્યમાં આજે 324 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 94, સુરત શહેરમાં 32, વડોદરા શહેર અને જિલ્લામાં 24-24, મહેસાણામાં 21, મોરબીમાં 15, રાજકોટ શહેરમાં 14 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત અમદાવાદ શહેરમા થયું છે.
2220 એક્ટિવ કેસ
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2220 એક્ટિવ કેસ છે. જેમાંથી 2210 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11056 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. બીજી તરફ સરકારે હવે રસીકરણના આંકડા આપવાનું બંધ કીર દીધું છે. રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થઇ રહ્યું છેતે અંગે હવે સરકાર કોઇ પણ માહિતી આપવા માટે તૈયાર નથી.
ADVERTISEMENT
આ શહેર-જિલ્લામાં શૂન્ય કેસ
રાજ્યમાં 11 જિલ્લા અને 1 મહાનગક પાલિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં અરવલ્લી. ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહીસાગર અને નર્મદા જિલ્લામાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી. જ્યારે જૂનાગઢ મહાનગર પાલિકા પણ આજે કોઈ નવો કેસ આવ્યો નથી.
ADVERTISEMENT