Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ, સતત ત્રીજા દિવસે એકપણ મોત નહીં
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 179 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 285 દર્દીઓ કોરોનાથી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 179 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 285 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમા આજે પણ સતત ત્રીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 54 નવા કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ હવે ઘટાડો આવ્યો છે. એક સમયે 2000થી વધુ એક્ટિવ કેસ હતા, ત્યારે આજની સ્થિતિએ 1396 એક્ટિવ કેસ છે. જેમાંથી 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો 1389 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં મૃત્યુઆંક 11074 પર સ્થિર છે અને અત્યાર સુધીમાં કુલ 12,77,768 દર્દીઓ હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT