Gujarat Rain Live Updates: નર્મદા ડેમની જળસપાટી 121 મીટરે પહોંચી, હિંમતનગરમાં વરસાદે માતા-પુત્રનો જીવ લીધો
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:06 AM • 25 Jul 2024આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- 09:43 AM • 25 Jul 2024અરવલ્લીમાં મેઘમહેર
અરવલ્લીના માલપુરના ઉભરાણ અને અણીયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉભરાણ ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. 1 ઇંચથી વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે મગફળી, સોયાબીન, મકાઈ અને કપાસ સહિતના પાકને ફાયદો થશે.
- 09:42 AM • 25 Jul 2024હિંમતનગરમાં દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રના મોત
સાબરકાંઠા: હિંમતનગર તાલુકામાં વરસાદે બે લોકોનો ભોગ લીધો. ગાંભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દીવાલ ધારાશાઇ થવાની ઘટના બની હતી. જેમાં રાત્રી સમયે દીવાલ ધરાશાઇ થતા મકાનમાં સુતેલા માતા અને ચાર વર્ષીય બાળકનું મોત થયું છે. રાત્રી સમયે સ્થાનિકો સારવાર માટે બંનેને હોસ્પિટલ ગયા હતા. જોકે માતાનું સ્થળ પર અને બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. માતા-પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે.
- 09:41 AM • 25 Jul 2024નર્મદા ડેમની જળ સપાટી 121 મીટરે પહોંચી
નર્મદા ડેમમાં નવા નીરની આવક થતા ડેમની જળ સપાટી 121.08 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને હજુ પણ તેની મહત્તમ સપાટી પહોંચવાથી 17.06 મીટર દૂર છે. ઉપરવાસમાં વરસાદે હજુ જોર પકડ્યું નથી, જેથી પાણીની આવક થઈ રહી નથી. નર્મદા ડેમના હાલ કોઈપણ દરવાજા ખોલવામાં આવ્યા નથી.
ADVERTISEMENT