Gujarat Rain LIVE Updates: વંથલી 14.5 ઈંચ વરસાદ, વલસાડ-જૂનાગઢમાં આજે સ્કૂલોમાં આજે રજા જાહેર
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:19 AM • 02 Jul 2024શેત્રુજી ડેમમાં નવા નીરની આવક
ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુજી ડેમમાં નવા નીરની આવક શરૂ
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે શેત્રુજી ડેમમાં આવ્યા નવા નીર
શેત્રુંજી ડેમમાં હાલ 2030 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ
શેત્રુજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, ત્યારે હાલ જળસપાટી 15 ફૂટ 8 પહોંચી
- 10:09 AM • 02 Jul 2024યાત્રાધામ તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ
ગીર જંગલમાં આવેલ યાત્રાધામ તુલસીશ્યામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાની શરૂઆત થતા જ ગાંડી ગીર સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદી વાતાવરણનાં કારણે વિજીબિલીટી પણ ડાઉન છે.
- 10:07 AM • 02 Jul 2024વલસાડ-જૂનાગઢમાં સ્કૂલોમાં રજા જાહેર
વલસાડ તાલુકામાં ભારે વરસાદને પગલે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો થા ITIમાં આજે તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી છે. તો જૂનાગઢમાં પણ આજે સ્કૂલો બંધ રખાઈ છે.
- 10:05 AM • 02 Jul 2024વલસાડ જિલ્લા માં છેલ્લા 24 કલાક માં વરસાદ
વલસાડ 4.2 ઇંચ
ધરમપુર 1.8 ઇંચ
પારડી 1.48 ઇંચ
કપરાડા 2.72 ઇંચ
ઉમરગામ 2 ઇંચ
વાપી 3 ઇંચ
- 10:04 AM • 02 Jul 2024વલસાડમાં વરસાદી પાણી ઘરોમાં ભરાયા
વલસાડના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં તેમજ આસપાસની બિલ્ડીંગોમાં ભરાયા પાણી છે. જેના પગલે મોડી રાતથી અહીં રહેતા રહીશો ઘરની અંદર બેસી રહેવા મજબૂર બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી છે. મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. વલસાડના કૈલાસ રોડ, દાણા બજાર નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. વલસાડ જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે.
- 10:02 AM • 02 Jul 2024રાજ્યના 217 તાલુકામાં વરસાદ, વંથલી જળબંબાકાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના પગગે રાજ્યમાં સીઝનનો 17.85 ટકા વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT