Gujarat Rain: સાવરકુંડલા-જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ચોમાસું હવે બસ 48 કલાક દૂર

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat Rain News: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. તો રાજકોટના જેતપુરમાં પણ અચાનક વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાફરાબાદમાં કોસ્ટલ બેલ્ટમાં વરસાદ

અમરેલીમાં જાફરાબાદના કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદમાં વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. જાફરાબાદના મિતિયાળા, બાબરકોટ, લોઠપૂર, નાગેશ્રી પંથકમાં વરસાદ પડ્યો હતો. તો જાફરાબાદના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદથી સાગર ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.

ખાંભા-ગીરમાં સતત બીજા દિવસે વરસાદ

જાફરાબાદની સાથે ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ખાંભાના હનુમાનપુર, તાલડા, ચકરાવા, બોરાળા, કંટાળા સહિત ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ADVERTISEMENT

જેતપુરમાં રસ્તા પર નદીઓ વહી

રાજકોટના જેતપુરના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો. જેના પગલે મેવાસા ગામે રોડ ઉપર પાણી વહેતા થયા હતા. સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT