लाइव

Gujarat Rain LIVE Updates: સુરતમાં મેઘરાજાની દમદાર બેટિંગ, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ADVERTISEMENT

Gujarat Rain LIVE Updates
ગુજરાતમાં ચોમાસું જામ્યું
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:05 PM • 05 Jul 2024
    ગઢડામાં વરસાદી માહોલ

    ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઢડા શહેરમાં બે દિવસના વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર અને તાલુકાના ઢસા, પાટણા,પીપરડી,સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

  • 02:18 PM • 05 Jul 2024
     Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ

    ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર અલર્ટ કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ,ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

    વૈજ્ઞાનિક હવામાન વિભાગ રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતિકાલથી વરસાદનું જોર ઘટશે. આવતિકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

  • 01:35 PM • 05 Jul 2024
    Gujarat Rain: આજે 12 વાગ્યા સુધીમાં 68 તાલુકામાં વરસાદ

    હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં દમદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે.  તે બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    આજે સુરતના ઉમરાપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 87 મિમિ વરસાદ નોંધાયો છે. તો નવસારીના ખેરગામમાં 82 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે  વાંસદામાં 67 મિમિ, કપરાડામાં 64 મિમિ, કામરેજમાં 58 મિમિ વરસાદ નોંધાયો છે. 

  • 11:09 AM • 05 Jul 2024
    સાવરકુંડલા શહેરમાં વરસાદી વાતાવરણ

    અમરેલીના સાવરકુંડલા શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. સાવરકુંડલા પંથકમાં ધીમીધારે મેઘ મહેર શરૂ થઈ છે. સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ઠંડાગાર વાતાવરણ સર્જાયું છે. 

  • ADVERTISEMENT

  • 10:50 AM • 05 Jul 2024
    Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ

    હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
     

  • 10:47 AM • 05 Jul 2024
    Gujarat Rain: સુરતમાં મેઘરાજાની બઘડાટી

    વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે, આજે વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સિટીમાં રાંદેર ઝોન વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ અને વરાછા બી ઝોનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયાં છે.

  • ADVERTISEMENT

  • 09:55 AM • 05 Jul 2024
    અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ

    અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારથી ઘોર અંધારું છવાયું છે. તો 9.30 વાગ્યા બાદ અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, વેજલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. 

  • 09:53 AM • 05 Jul 2024
    Gujarat Rain: ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ

    ગુજરાતમાં ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો કચ્છમાં ટોટલ એવરેજ વરસાદ 124.1 મિમિ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 112.61 મિમિ, મધ્ય ગુજરાતમાં 116.75 મિમિ, સૌરાષ્ટ્રમાં 216.3 મિમિ, દક્ષિણ ગુજરાતમાં 328.11 મિમિ વરસાદ નોંધાયો છે. 

  • 09:53 AM • 05 Jul 2024
    Gujarat Rain: 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ

    Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પોતાની મહેર વરસાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દાંતામાં નોંધાયો છે. 24 કલાકમાં દાંતામાં 202 મિમિ, વડગામમાં 100 મિમિ, કડાણામાં 84 મિમિ, તિલકવાડામાં 67 મિમિ, ખાનપુરમાં 57 મિમિ વરસાદ નોધાયો છે. 
     

follow whatsapp

ADVERTISEMENT