लाइव

Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ADVERTISEMENT

Rain In Gujarat
ગુજરાત વરસાદ
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:45 PM • 10 Aug 2024
    અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    Rain Forecast in Gujarat:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે. આ ઉપરાંત 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

  • 12:30 PM • 10 Aug 2024
    નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો

    નર્મદા બ્રેક્રિંગ: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે
     

  • 12:30 PM • 10 Aug 2024
    માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

    સ્થાનિક હવામાન વિભાગ દ્વારા 12 ઓગસ્ટ સુધી દરિયામાં કરંટ રહેવાની ભીતિના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ દરિયો માછીમારી માટે સલામત બને તેમ લાગે છે. 

  • 12:29 PM • 10 Aug 2024
    આજે ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ?

    Rain Forecast in Gujarat: હવામાન વિભાગની આગાહી અનુસાર, 10મી ઑગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 

  • ADVERTISEMENT

  • 12:29 PM • 10 Aug 2024
    છોટાઉદેપુરમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી

    Gujarat Rain Update: ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર અને વડોદરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 59 મિમિ અને વડોદરામાં 53 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાતમાં 50 મિમિ, ગલતેશ્વરમાં 42 મિમિ, પાવી જેતપુરમાં 41 મિમિ, જાંબુઘોડામાં 40 મિમિ, ધોળકામાં 37 મિમિ, વાઘોડિયામાં 36 મિમિ, પાદરામાં 33 મિમિ વરસાદ નોંધાયો છે. 

     

  • 12:28 PM • 10 Aug 2024
    Rain In Gujarat: 24 કલાકમાં 136 તાલુકાઓમાં વરસાદ

    રાજ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થયા બાદથી વરસાદનું જોર ધીમું પડ્યું છે. જોકે, એક દિવસ અગાઉ વડોદરામાં સારો એવો વરસાદ પડ્યો હતો. તેમ છતાં હવે ગુજરાતમાં ઉઘાડ નીકળ્યો હોઈ સાર્વત્રિક વરસાદને આવતાં વાર લાગે તેમ છે. આ દરમિયાન આજે સવારે પૂર્ણ થતાં 24 કલાકમાં રાજ્યના  136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
     

follow whatsapp

ADVERTISEMENT