लाइव

Gujarat Rain LIVE Updates: મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ઘમરોળ્યું, દાંતામાં હોસ્પિટલમાં પાણી ઘુસ્યા

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:25 AM • 04 Jul 2024
    સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

    સાબરકાંઠામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. સવારે 4 થી 8 વાગ્યાં સુધીમાં મેઘો મનમૂકીને વરસ્યો હતો. સૌથી વધુ 4 ઇંચ વરસાદ ઈડરમાં નોંધાયો હતો. તો હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ ખાબક્તા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. પ્રાંતિજમાં 1.5 ઈંચ વરસાદ નોંધાતા ધરતી પુત્રોમાં આનંદ છવાયો હતો. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 10:23 AM • 04 Jul 2024
    દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા

    બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે. હોસ્પિટલના અંદર સુધી પાણી આવતા સ્ટાફને તકલીફો પડી રહી છે. તો હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફો થઈ રહી છે. દાંતા સિવિલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદી પાણી છેક અંદર સુધી આવી જાય છે. ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને તકલીફો પડી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી.
     

  • 10:21 AM • 04 Jul 2024
    વાત્રક નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો

    અરવલ્લીમાં મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે ચેકડેમ ઓવરફ્લોના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપર વાસ તેમજ ભિલોડામાં પડેલા વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ હતી. 
     

     

     

  • 10:18 AM • 04 Jul 2024
    છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણાના કડીમાં સૌથી વધુ 5.19 ઈંચ વરસાદ પડ્યો છે, તો સાબરકાંઠાના ઈડરમાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના હાંસોટ, નેત્રંગમાં 2-2 ઈંચ, તો મહેસાણામાં જોટાણામાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

follow whatsapp

ADVERTISEMENT