लाइव

Gujarat Rain LIVE Updates: હવે ક્યાં વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ADVERTISEMENT

Gujarat Rain
ગુજરાત વરસાદ લાઈવ અપડેટ
social share
google news

Gujarat Rain Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:06 PM • 01 Aug 2024
    Gujarat Rain: આવતીકાલે ક્યાં પડશે વરસાદ?

    હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ અને શનિવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લગતું એલર્ટ જાહેર કરાયું છે. 

    શનિવારે ભાવનગર, ડાંગ, નવસારી, તાપીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

  • 04:21 PM • 01 Aug 2024
    મહીસાગરઃ બ્રિજ પરનો સરફેસ પ્રથમ વરસાદમાં ધોવાયો

    મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવેલ બ્રિજ પરનો સરફેસ પ્રથમ વરસાદમાં ધોવાયો છે. લુણાવાડા લીંબડીયા ખાનપુર તરફ ભેવાળા પાસે બનાવવામાં આવેલો બ્રિજ ઉપરનો સરફેસ પ્રથમ વરસાદમાં ધોવાતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર ઉઠ્યા સવાલ છે. એક કરોડ 32 લાખ રૂપિયાની માતબર રકમથી બનેલ બ્રિજ કામ પૂર્ણ થયાના માત્ર 17 દિવસમાં ધોવાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. બ્રિજ પરનો સરફેસ ધોવવવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બન્યા છે. 

  • 04:19 PM • 01 Aug 2024
    બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ

    બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદી ઝાપટાઓ શરૂ થયા છે. બાબરાના નીલવડા, લાલકા, સુખપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. વરસાદી ઝાપટાઓથી ખેતીપાકને ફાયદો થશે.

  • 12:24 PM • 01 Aug 2024
    અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવવાની શક્યતા છે.

  • ADVERTISEMENT

  • 10:45 AM • 01 Aug 2024
    Ahmedabad Rain: 10.30 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો

    Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા, એસજી હાઈવે, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે શહેરના રસ્તાઓ પાણીથી ભીના થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

      

  • 10:33 AM • 01 Aug 2024
    Gujarat Rain: અત્યાર સુધીમાં કેટલો પડ્યો વરસાદ?

    Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે આ સિઝનમાં પડેલા વરસાદની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સિઝનનો અવરેજ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. અહીં આ સિઝનમાં 84.99 ટકા વરસાદ નોધાયો છે. તો  સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 75.51 ટકા,  દક્ષિણ ગુજરાતમાં 70.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 43.89 ટકા  અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.46 ટકા સરેસાશ વરસાદ નોંધાયો છે.

  • ADVERTISEMENT

  • 10:32 AM • 01 Aug 2024
    Rain Forecast in Gujarat: આજે શું છે હવામાન વિભાગની આગાહી?

    સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતભરમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. આવતીકાલથી એટલે કે 2 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તો 3 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 
     

  • 10:31 AM • 01 Aug 2024
    Gujarat Rain: 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

    ખંભાળિયામાં 24 કલાકમાં 26 મિમિ વરસાદ પડ્યો છે. તો ભાવનગરના મહુવામાં પણ 26 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના ઉમરગામમાં 26 મિમિ, વલસાડના કપરાડામાં 21 મિમિ, ધનસુરામાં 20 મિમિ, સુત્રાપાડામાં 19 મિમિ, વાપીમાં 18 મિમિ, સોજીત્રામાં 18 મિમિ, ગાંધીધામમાં 16 મિમિ વરસાદ નોંધાયો છે. 

  • 10:30 AM • 01 Aug 2024
    Gujarat Rain: 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ?

    ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે રાજ્યના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો નથી. જો આપણે 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો આ સમયગાળામાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નોંધાયો છે.

follow whatsapp

ADVERTISEMENT