ગુજરાતમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ, માત્ર બે કલાકમાં જ 28 તાલુકાઓ ભીંજાયા; સૌથી વધુ ચિખલીમાં નોંધાયો
Weather Updates: રાજ્યમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી મહિલ જામ્યો છે, બપોરે 2થી 4 સુધીમાં બે કલાકમાં રાજ્યના 28 તાલુકાઓ ભીંજાયા
ADVERTISEMENT
Weather Updates: રાજ્યમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી મહિલ જામ્યો છે, બપોરે 2થી 4 સુધીમાં બે કલાકમાં રાજ્યના 28 તાલુકાઓ ભીંજાયા છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ગારિયાધાર, નવસારીના ચિખલી, ડાંગના આહવા અને તાપીના ડોલવણમાં બે ઇંચ વરસાદ ખબક્યો છે. આ સિવાય નર્મદાના સાગબારા અને નવસારીના ગણદેવીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જો સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 43 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ નવસારીના ચિખલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલીના વાતાવરણમાં પલટો
આજે અમરેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાંભા ગીરના ગ્રામ્યના ગામડાઓમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતીના કપાસ અને મગફળીના પાકને જીવન દાન મળ્યું છે. ઊભા પાક પર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી છૂટાછવાય વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વધુમાં તેમણે કહ્યું છે કે, 22 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં સાવ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તો 22થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT