लाइव

Gujarat Rain Live Updates: સુરત શહેર જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફરવાયા; ઝાડ પડતા રિક્ષાચાલકનું મોત

ADVERTISEMENT

Gujarat Rain Update
ગુજરાતમાં વરસાદ લાઈવ
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:31 PM • 30 Jun 2024
    ધ્રાંગધ્રામાં ઢીંચણસમા પાણી ભરાયા

    સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પડેલા સામાન્ય વરસાદે બજારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે. અડધા ઈંચ વરસાદમાં પાણી ભરાતા પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.

  • 04:14 PM • 30 Jun 2024
    અંબાલાલ પટેલે કરી આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. જેથી 5થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. તેમણે કહ્યું કે, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 

  • 03:03 PM • 30 Jun 2024
    Rain in gujarat: સુરતમાં ઝાડ પડતા રિક્ષાચાલકનું મોત

    સુરતના વરાછામાં વિશાળકાય ઝાડ ધરાશાયી થતાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. ઝાડ તૂટીને રિક્ષા પર પડતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક તપાસમાં રિક્ષા ચાલક સલાબતપુરા ઉમરવાડા ટેકરા વિસ્તારના રહેવાસી હનીફ શૈખ હોવાનું જાણવા મળ્યું છે. તેમના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.  
     

  • ADVERTISEMENT

  • 02:53 PM • 30 Jun 2024
    અમદાવાદમાં ભારે વરસાદ

    અમદાવાદમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિતમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી હાઈવેના સર્વિસ રોડ, ન્યૂ ચાંદખેડા, તપોવન સર્કલ, સાયન્સ સિટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ અમદાવાદમાં 3થી 4 કલાક 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે  મધ્યમ વરસાદની શક્યતા છે. 

  • 02:53 PM • 30 Jun 2024
    Gujarat Rain Update: સવારથી 40 તાલુકામાં વરસાદ

    સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 40 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણા અને બારડોલીમાં નોંધાયો છે. સુરતના પલસાણામાં 5.25 ઈંચ અને બારડોલીમાં 4.61 ઈંચ વરસાદ થય છે. જ્યારે વાપીમાં 4.41, મહુવામાં 4.25, ઓલપાડમાં 3.98,સુરતમાં 3.62,  વલસાડ 3.54, કામરેજમાં 3.15, ખેરગામ 2.91, ધરમપુર 2.17, સંખેડા 2.09, ભરૂચ 2.05, ઉમરપાડામાં 2.05 ઈંચ, માંડવી 1.93, સોનગઢ 1.89 ઈંચ વરસાદ પડ્યો છે.  
     

  • ADVERTISEMENT

  • 01:02 PM • 30 Jun 2024
    Surat Rain: સુરતમાં ભરાયા વરસાદી પાણી

    Surat Rain:  સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સુરતમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. વેડ રોડ સહિતના રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે. જેના દ્રશ્યોમાં પાલિકાની પોલ છતી થઈ છે.

     

     

     

  • 12:24 PM • 30 Jun 2024
    Gujarat Rain Update: મોરબીમાં ભારે વરસાદ

    મોરબી શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમુક વિસ્તારમાં ધીમી-ધારે તો અમુક વિસ્તરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના રામચોક, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ઉમા ટાઉનશીપ, સો ઓરડી, નહેરુગેટ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે

     

  • 11:52 AM • 30 Jun 2024
    Gujarat Rain Update: દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ

    છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને બફારાથી રાહત સાથે યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 405 મિમિ, દ્વારકા પંથકમાં 92 મિમિ અને કલ્યાણપુરમાં 76 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં આવેલા વરસાદી કરંટ બાદ દ્વારકાના ગોમતી ઘાટ પર મોજાના રોદ્ર સ્વરૂપથી દ્વારકા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો અને સ્થાનિકોને ઘાટ નજીક જવાની મનાઈ ફરમાવી છે. 

     

     

  • 11:10 AM • 30 Jun 2024
    Gujarat Rain Update: અમરેલીમાં વરસાદથી ખેડૂતો ખુશ

    અમરેલી જિલ્લામા ઘનઘોર વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે. અમરેલીના લાઠી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારમે લાઠી શહેરની બજારમાં પાણી વહેતા થયા છે. સારા વરસાદને કારણે ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે. 

     

     

  • 11:07 AM • 30 Jun 2024
    સુરત શહેરમાં ભરાયા વરસાદી પાણી

    સુરત શહેરમાં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાર્ક કરાયેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજે રવિવાર હોવાથી લોકો વરસાદી પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી બીજુ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સ્થિતિએ મનપાના વહીવટીતંત્રને ખુલ્લો પાડ્યો છે.
     

     

     

  • 11:06 AM • 30 Jun 2024
    Gujarat Rain Update: ગારીયાધારમાં 3 દિવસથી અવિરત વરસાદ

    ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગારીયાધારનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકો ખુશ-ખુશ થઈ ગયા છે. ગારીયાધારનાં પરવડી, ચોંડા, માનગઢ, સુરનગર, સુરનીવાસ, નવાગામ, ચભડીયા, ડમરલા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગારીયાધાર સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. 

     

     

  • 11:02 AM • 30 Jun 2024
    નવસારી વરસાદ અપડેટ

    નવસારી અને ડાંગ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્ય છે. નવસારી શહેરમાં ભારે વરસાદને પગલે ગોલવાડ સ્ટેશન રોડ પર આવેલા મકાનના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સવારે સર્જાયેલા અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. 


    સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં વરસાદ
    - નવસારી 1 ઈંચ
    - જલાલપોર 1 ઈંચ
    - ગણદેવી 1 ઈંચ
    - ચીખલી 1 ઈંચ
    - બંસડા 1 ઇંચ
    - ખેરગામ 2.5 ઇંચ

     

     

  • 10:59 AM • 30 Jun 2024
    વલસાડમાં ધોધમાર વરસાદ

    વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ મિજાજ બદલ્યો છે. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફરવાયા છે. છીપવાડ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 

     


     

  • 10:57 AM • 30 Jun 2024
    Gujarat Rain Update: 4 ઈંચ વરસાદથી વાપી પાણી-પાણી

    હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે વાપીના સ્ટેશન રોડ, વાપી રેલવે અંડર પાસે, વાપી દમણ રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો વાપીના મુખ્ય રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

  • 10:56 AM • 30 Jun 2024
    Rain forecast: આજે ક્યા પડી શકે છે વરસાદ?

    ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, દાદરા અને નગર હવેલી, દમણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ આજે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

  • 10:55 AM • 30 Jun 2024
    Gujarat Rain Update: 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

    Gujarat Rain Update: ગુજરાતભરમાં વરસાદે જોરદાર જમાવટ કરી છે. હજુ પણ 7 દિવસ સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. મધ્ય ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી મેઘમહેર જોવા મળી રહી છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં 67 મિમિ, ધ્રોલમાં 61 મિમિ, ઉમરગામમાં 56 મિમિ, વાગરામાં 51 મિમિ, કામરેજમાં 50 મિમિ, આણંદમાં 49 મિમિ, માળીયા હાટીનામાં 48 મિમિ, મેંદરડામાં 48 મિમિ, બોરસદમાં 44 મિમિ અને વડોદરામાં 42 મિમિ વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT