लाइव

Gujarat Rain LIVE Updates: દ્વારકા-પોરબંદર પાણી-પાણી, ભાણવડમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, 4 દિવસની આગાહી

ADVERTISEMENT

Gujarat Rain LIVE Updates
ગુજરાત વરસાદ લાઈવ અપડેટ્સ
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:17 PM • 16 Jun 2024
    Gujarat Rain: જુનાગઢમાં વરસાદના અમી છાંટણા

    વરસાદના અમી છાંટણા થયા લોકો ને ગરમી માં મળી રાહત

    કેશોદ, જૂનાગઢ, મેંદરડા, વિસાવદર તાલુકાઓમાં વરસાદનું ધીમી ધારે આગમન

    વાવણી કરવા માટે ખેડૂતો ખુશખુશાલ 

    રસ્તાઓ પર પાણી ફરી વળ્યા 

    વાતાવરણમાં ઠંડકનો અહેસાસ

  • 07:21 PM • 16 Jun 2024
    Gujarat Rain: આગામી ચાર દિવસ અહીં પડશે વરસાદ
    • 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  
    • 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.  
    • 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 
    • 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 05:27 PM • 16 Jun 2024
    Gujarat Rain: સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ

    આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 187 mm, પોરબંદરમાં 66 mm, ભાણવડ 55 mm અને પોરબંદરના રાણાવાવમાં 36 mm વરસાદ નોંધાયો છે.

  • 04:15 PM • 16 Jun 2024
    Amreli Rain: અમરેલીના ગ્રામ્યમાં વરસાદ

    લીલીયામાં શરૂ થયો વરસાદ
    લીલીયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
    લીલીયાની બજારોમાં પાણી-પાણી
    વરસાદથી લીલીયાના ખેડૂતોમાં ખુશહાલી

    બાબરામાં પણ વરસાદી ઝાપટું 

    બાબરામાં ગરમીના ભારે બફારા બાદ વરસાદી ઝાપટું 
    વરસાદી ઝાપટું પડતાં ગરમીમાંથી મળી રાહત
    વાવેતર કરેલ પાક પર વરસાદી ઝાપટું પડતાં પાકને થશે ફાયદો
    જિલ્લાના અન્ય તાલુકા મથકો પર વરસાદી માહોલ સર્જાયો

  • ADVERTISEMENT

  • 04:13 PM • 16 Jun 2024
    Dwarka Rain: દ્વારકામાં મુશળધાર વરસાદ

    દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે (rain in dwarka) વરસાદ શરૂ થયો હતો. ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

  • 03:44 PM • 16 Jun 2024
    ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો

    ભાવનગર: આજે સતત બીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારનાં મોરબા, પાંચ પીપળા, નવાગામ, સાઢખાખરા, સુખપર નાના રાજકોટ સહિતનાં વિસ્તારમાં મેઘાએ અમી છાંટણા કર્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. 

  • ADVERTISEMENT

  • 02:13 PM • 16 Jun 2024
    ગુજરાતમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી

    16-06-2024 : કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી, દમણ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાઈ કરાઈ છે.

    17-06-2024 : કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી, દમણ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાઈ કરાઈ છે.

    18-06-2024 : ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી, દમણ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાઈ કરાઈ છે.

    19-06-2024 : ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાઈ કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


     

  • 01:49 PM • 16 Jun 2024
    પોરબંદરઃ ઘરોમાં ભરાયા વરસાદી પાણી

    પોરબંદરમાં 4 કલાકમાં અઢી ઇંચ જેવો વરસાદ ખાબકતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરના છાયાચોકી ચાર રસ્તા વિસ્તાર પાણીમાં તરબોળ થયો છે. છાયાચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા માત્ર અઢી ઇંચ વરસાદમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આટલા વરસાદમાં ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયુ છે. 

  • 12:41 PM • 16 Jun 2024
    Gujarat Rain Updates: કચ્છમાં ચોમાસાનું વિધિવત આગમન

    હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આજે કચ્છના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભુજના કુકમા, પધ્ધર અને કોટડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે, જ્યારે માંડવીના બિદડા, નાની ખાખરા અને મોટા ભાડિયા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ આજે મુન્દ્રાના ભુજપુર, રામાણીયા અને ફરાદી સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે.

  • 11:35 AM • 16 Jun 2024
    ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓના મોત

    ધાનેરામા ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓના મોત થયા છે. મોડી રાતે નાનોભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો છે. ડૂબી જવાથી બંને ભાઈઓનાં મોત નિપજ્યા છે. સ્થાનિક તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને યુવાનોના મૃતદેહ ખેત તલાવડીમાંથી બહાર કાઢ્યા છે, બંને મૃતદેહોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

  • 11:13 AM • 16 Jun 2024
    Gujarat Rain LIVE Updates: છેલ્લા 4 કલાકમાં 7 તાલુકાઓમાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદરમાં 4 કલાકમાં 66 મિમિ વરસાદ (અઢી ઈંચ વરસાદ) પડ્યો છે. જ્યારે પોરબંદરના રાણાવાવમા છેલ્લા 4 કલાકમાં 36 મીમી વરસાદ (દોઢ ઇંચ વરસાદ) નોંધાયો છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 4 કલાકમાં 55 મીમી વરસાદ (બે ઈંચ વરસાદ) ખાબક્યો છે. 

  • 11:08 AM • 16 Jun 2024
    ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસાદ ભાણવડના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. આ ઉપરાંતમાં પોરબંદરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

  • 10:12 AM • 16 Jun 2024
    પોરબંદરના રસ્તાઓ પાણી-પાણી

    પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પોરબંદરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શનિવારે રાત્રે વરસાદી ઝાપટું પડ્યા બાદ પોરબંદરમાં આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે પોરબંદરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અસહ્ય ગરમીથી લોકોએ રાહત મળી છે

  • 10:06 AM • 16 Jun 2024
    Gujarat rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર

    સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના ગરીયાધારમાં 1.84 ઈંચ, ભાવનગરના જેસરમાં એક ઈંચ, અમરેલીના લીલીયા, મોરબીના વાંકાનેર, જલાલપોર, ડેડિયાપાડા, નવસારી, અમરેલીના કપરાડામાં 10 મિમિથી વધારે વરસાદ નોંધાયો છે.
     

  • 10:04 AM • 16 Jun 2024
    Gujarat rain: વઢવાણમાં પડ્યો સૌથી વધારે વરસાદ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં પડ્યો છે. વઢવાણમાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. 


     

  • 10:03 AM • 16 Jun 2024
    Rain Forecast in Gujarat: 16 અને 17 જૂને આ વિસ્તારમાં વરસાદની આગાહી

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તો 17 જૂને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, ભાવનગર, અમરેલીમાં વરસાદના આગાહી છે.
     

  • 10:03 AM • 16 Jun 2024
    Gujarat rain: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી

    ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડ્યું છે. જોકે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલા સાઈક્લોનિક સર્કુલેશનના પગલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
     

follow whatsapp

ADVERTISEMENT