Gujarat Rain Live Updates: નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ, ઔરંગા નદીમાંથી 9 લોકોનું રેસ્ક્યુ કરાયું
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:17 PM • 05 Aug 2024અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં બનેલા ડીપ ડિપ્રેશનને પગલે પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 12થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યચા છે.
- 06:16 PM • 05 Aug 2024CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે કરી વાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ આ જિલ્લાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતીમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
- 06:15 PM • 05 Aug 2024અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની
Navsari Rain : ગુજરાતભરમાં વરસાદી માહોલ (Gujarat Rainfall) જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અંબિકા અને કાવેરી બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિચાળવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. જેથી રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો છે. દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે 1500થી વધુ લોકો પ્રભાવિત થયા છે.
- 10:29 AM • 05 Aug 2024ધોધ જોવા ગયેલા 120 પ્રવાસી ફસાયા
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલ વાંગન વોટરફોલ જોવા ગયેલા 120 થી વધુ પ્રવાસીઓ કાવેરી નદીમાં પૂરના કારણે ફસાયા હતા, આ તમામ પ્રવાસીઓ, જેમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો હતા, તેમને સ્થાનિક પોલીસે બચાવી લીધા હતા.
- 10:20 AM • 05 Aug 2024સરકાર સરોવર ડેમની સપાટી 124.88 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 124.88 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં ડેમો ભરેલા છે અને ત્યાંના વીજ મથકો ચાલુ છે, એવામાં વરસાદ પડતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ હજુ પણ 15 મીટર ખાલી છે. ડેમમાં પાણીની આવકના પગલે વીજ મથકોને 10થી 12 કલાક સુધી ચલાવવામાં આવી રહ્યા છે.
- 10:18 AM • 05 Aug 2024અંબિકા-કાવેરી નદીમાં પૂર જેવી સ્થિતિ
નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીલીમોરા શહેરના ચીખલી, દેવસર અને કાવેરી નદીના કિનારે આવેલા ઉંદાચ ગામમાં પાણી ભરાયા હતા. ગણદેવીના દેવધા ગામમાં અંબિકા નદીમાં પૂરના કારણે 3000 જેટલા લોકોને અસર થઈ હતી. રાહતની વાત એ છે કે રાત્રિ દરમિયાન તમામ નદીઓ હાઈ એલર્ટ પર હતી, અંબિકા નદી તેના જોખમના નિશાનથી 28 ફૂટથી 2.5 ફૂટ ઉપર એટલે કે 30 ફૂટે વહી રહી હતી, જોકે હવે પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ડાંગમાં વરસાદ
- આહવા 6 ઇંચ
- સાપુતારા 6 ઈંચ
- વઘાઈ 5.5 ઈંચ
- સુબીર 4.5 ઇંચ
છેલ્લા 24 કલાકમાં વલસાડમાં વરસાદ
- ચીખલી 6 ઈંચ
- વાંસદા 6 ઇંચ
- ખેરગામ 9 ઇંચ
- 10:14 AM • 05 Aug 2024ઔરંગા નદીનું જળસ્તર વધતા 9 લોકો ફસાયા
વલસાડની ઔરંગા નદીમાં પાણીનું લેવલ વધતા રાત્રિના સમયમાં 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં ઝીંગા ફાર્મની તળાવની પાળ પર 9 જેટલા લોકો ફસાયા હતા, જીવ બચાવવા લોકો માત્ર પાળ પર ઊભા હતા અને તેમની ચારેય બાજુએ માત્ર પાણી જ પાણી હતું. એવામાં NDRFની ટીમ દેવદૂત બનીને પહોંચી હતી અને તમામને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં લવાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT