लाइव

Gujarat Rain Live Updates: નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, સુરત, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:17 PM • 19 Jun 2024
    Gujarat Rain: અમદાવાદમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી

    રાજ્યમાં આ વર્ષે 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની હતી. પરંતુ ચોમાસુ સક્રિય થતાં જ નબળું પડી ગયું જેના કારણે હજુ સુધી છૂટાછવાયા વરસાદ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ચોમાસુ ધીરે ધીરે 20 જૂને આગળ વધશે અને 25 જૂન સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થાય આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે.

    વધુ વાંચો:- આગામી 3 કલાકમાં અહીં ભારે પવન સાથે વરસાદ, રાજ્યમાં આવતીકાલથી ફરી ચોમાસું વધશે આગળ

  • 06:24 PM • 19 Jun 2024
    Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

    હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ પડે છે. આગામી ત્રણ કલાકમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સાબરકાંઠા,ગીર સોમનાથ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, વલસાડમાં આગાહી છે. 

  • 04:18 PM • 19 Jun 2024
    Gujarat Rain: આજે આટલા જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી

    આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 01:41 PM • 19 Jun 2024
    Paresh Goswami ની આગાહી

    ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલા અને ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જુઓ શું કહે છે હવામાન વિભાગ? રાજ્ય માટે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી

     

  • ADVERTISEMENT

  • 01:17 PM • 19 Jun 2024
    નવસારીમાં ભારે પવન સાથે વરસાદ

    હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

     

     

  • 01:08 PM • 19 Jun 2024
    ભાવનગરમાં ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ

    ભાવનગર શહેર સહિત જિલ્લાનાં તાલુકામાં ધીમીધારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સીદસર ગામ આસપાસનાં વિસ્તારમાં ધીમીધારે વરસાદની શરૂઆત તો શહેરનાં કાલિયાબીડ, વાઘાવાડી, હિલપાર્ક સ્વસ્તીક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

     

     

  • ADVERTISEMENT

  • 11:16 AM • 19 Jun 2024
    Gujarat Rain Updates: અમરેલીના જાફરાબાદમાં વરસાદ

    અમરેલીમાં જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમરેલીના શેત્રુજી નદીના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. અમરેલીના ગ્રામ્યના દેવભૂમિ દેવળીયા, ચકકરગઢ, ગોખરવલા ગામમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે.

  • 10:23 AM • 19 Jun 2024
    નવસારીના ગણદેવીમાં વરસાદ શરૂ થયો

    નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે.

  • 10:23 AM • 19 Jun 2024
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં મંગળવારે 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરપુરમાં 1 ઈંચ, તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મી.મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર, રાજુલા, નવસારીના ખેરગામમાં પણ વરસાદ પડ્યો હતો.

  • 10:23 AM • 19 Jun 2024
    રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ

    રાજ્યમાં આજે પણ વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

follow whatsapp

ADVERTISEMENT