लाइव

Gujarat Rain Live Updates: હવે ગુજરાતના ક્યાં ભાગમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ADVERTISEMENT

Gujarat Rain Update
ગુજરાત વરસાદ Live Updates
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:40 PM • 28 Jul 2024
    અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી

    ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે હવે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે. જુઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું

     

     

  • 02:38 PM • 28 Jul 2024
    દક્ષિણ ગુજરાતમાં ભયાનક તબાહી

     

  • 02:37 PM • 28 Jul 2024
    Gujarat Monsoon 2024: 12 વાગ્યા સુધીમાં કેટલો પડ્યો વરસાદ?

    Gujarat Monsoon 2024: આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના માત્ર 40 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં રાજ્યના એકપણ તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો નથી. 12 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ ઈડરમાં 21 મિમિ પડ્યો છે. જ્યારે ડેડિયાપાડામાં 15 મિમિ, વડાલીમાં 12 મિમિ, માંડવીમાં 9 મિમિ, માણસા અને સુબીરમાં 8-8 મિમિ વરસાદ પડ્યો છે. 
     

  • 10:59 AM • 28 Jul 2024
    રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા પડ્યો વરસાદ

    ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.                       

  • ADVERTISEMENT

  • 10:58 AM • 28 Jul 2024
    29 જુલાઈએ 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

    આવતીકાલે (29 જુલાઈ)એ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

  • 10:51 AM • 28 Jul 2024
    Gujarat Rain Forecast: આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

    Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે (28મી જુલાઈ) વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

  • ADVERTISEMENT

  • 10:50 AM • 28 Jul 2024
    Gujarat Rain: 24 કલાકમાં 66 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

    Gujarat Rain Update: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અષાઢી મેઘનો પ્રકોપ જોવા મળ્યો હતો. જોકે, હવે છેલ્લા 24 કલાકથી વરસાદે લગભગ વિરામ લીધો છે. આજે સવારના 6થી 10 વાગ્યાના સમયગાળામાં પણ રાજ્યના એક પણ વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાયો નથી. આ બાબત ગુજરાતીઓ માટે હાશકારો આપનારી છે. 

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 1 મિમિથી લઈને 26 મિમિ સુધીનો સામાન્ય વરસાદ જ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 26 મિમિ વરસાદ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં નોંધાયો છે. તો મહિસાગરના વિરપુરમાં 24 મિમિ, ગરબાડામાં 20 મિમિ, તલોદમાં 18 મિમિ, છોટાઉદેપુરમાં 16 મિમિ, ડાંગમાં 13 મિમિ, તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT