लाइव

Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં મેઘમહેર, તહેવારોના સમયે જાણો વરસાદ આગાહી

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:20 AM • 16 Aug 2024
    Paresh Goswami Varsad Ni Aagahi: Gujarat માં વરસાદ તોફાની બનશે?

     

  • 09:55 AM • 16 Aug 2024
    હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 16મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિતના મોટા ભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
     

  • 09:17 AM • 16 Aug 2024
    અંબાલાલ પટેલની આગાહી

    ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં, જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો તારીખ 16થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં તારીખ 16-17 રાજ્યના કેટલાક ભાગોમાં ઝાંપટા પડી શકે છે. તો 20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 
     

  • 09:17 AM • 16 Aug 2024
    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ શિનોરમાં પડ્યો છે. આ ઉપરાંત ગોધરામાં 17 મી.મી., કરજણમાં 15, તિલકવાડા 15, શહેરા અને લુણાવાડામાં 10-10 મી.મી. વરસાદ વરસ્યો છે.
     

follow whatsapp

ADVERTISEMENT