लाइव

Gujarat Rain Live Updates: અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ શરૂ, વેજલપુર,પ્રહલાદનગર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

ADVERTISEMENT

ગુજરાત વરસાદ અપડેટ્સ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:24 PM • 28 Jun 2024
    મોરબીમાં વરસાદ શરૂ

    સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે 

    શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

    ગરમી અને અત્યંત બફારા બાદ વરસાદ શરૂ થતાં ગરમીથી રાહત મળી છે

  • 03:13 PM • 28 Jun 2024
    અમદાવાદમાં વરસાદના ઝાપટાં

    અમદાવાદમાં સવારથી વાદળછાયું જોવા મળી રહ્યું હતું, એવામાં હાલ પશ્ચિમ અમદાવાદમાં વરસાદના ઝાપટાંની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના વેજલપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, આંબાવાડી વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

  • 02:51 PM • 28 Jun 2024
    અંબાજીમાં 3 દિવસમાં 4 ઇંચ વરસાદ નોંધાયો

     

  • 01:00 PM • 28 Jun 2024
    અમરેલી જિલ્લામા વરસાદ માહોલ જામ્યો

    લાઠીથી લિલીયા રોડ પર વરસાદી માહોલ, લાઠીના અકાળા અને લુવારીયા રોડ પર મેઘરાજાની બેટિંગ શરૂ અને લીલીયા શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
     

  • ADVERTISEMENT

  • 12:11 PM • 28 Jun 2024
    ગુજરાતમાં NDRFની કુલ 8 ટીમો રવા
    • ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન
    • ➡️કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે
    • ➡️ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે ટીમને તૈનાત ➡️4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ રખાઈ

     

  • 12:06 PM • 28 Jun 2024
    બોટાદ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ

     બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બોટાદ, ગઢડા, ધસા, ગોરાડકા, ટાટમ, રાજપરા, હામાપર, જોતીગડા, નાગલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. મુશળધાર વરસાદના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઈટ ચાલુ કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ હતી. 

  • ADVERTISEMENT

  • 12:03 PM • 28 Jun 2024
    ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
    • ભાવનગર શહેર સહીત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ
    • શહેરના સહિત પંથકનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ
    • શહેરમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત
    • શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સહિત ગામોમાં છૂટો છવાયો વરસાદ 
    • ખેડૂતોમાં ખુશી જોવા મળી વાવણી લાયક થયો વરસાદ
  • 11:25 AM • 28 Jun 2024
    અતિભારે વરસાદથી લઈને આ વિસ્તારોમાં પૂરની સંભાવના: અંબાલાલ પટેલ

    અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈ નવી આગાહી કરી છે, અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ,  વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

  • 10:25 AM • 28 Jun 2024
    અત્યાર સુધીમાં રાજ્યમાં કેવો વરસાદ?

    અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો  સરેરાશ 6.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, સૌથી વધુ કચ્છમાં 9.84 ટકા, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 8.41 ટકા વરસાદ વરસ્યો છે. 

  • 10:05 AM • 28 Jun 2024
    વરસાદના કારણે દિલ્હીમાં મોટી દુર્ધટના
  • 09:51 AM • 28 Jun 2024
    આજે કયા કેવો રહેશે વરસાદ

    આજે રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ભારે વરસાદ આગાહી છે અને આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

  • 09:20 AM • 28 Jun 2024
    ગુજરાતમાં વરસાદની આગાહી

     

  • 09:20 AM • 28 Jun 2024
    છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખબક્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો, બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ, ઉમરગામમાં પોણા બે ઈંચ , ભૂજમાં પોણા બે ઈંચ, નખત્રાણામાં દોઢ ઈંચ, ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ જોવા મળ્યો છે.
     

follow whatsapp

ADVERTISEMENT