लाइव

Gujarat Rain Live Updates: રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર, ભવનાથના દામોદર કુંડ સુધી મગર પહોંચ્યા

ADVERTISEMENT

ગુજરાત વરસાદ અપડેટ્સ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:52 PM • 27 Jun 2024
    નખત્રાણામાં ભારે વરસાદ

    નખત્રાણામાં વરસાદી ભારે વરસાદથી રસ્તાઓ બેટ થયા, એવામાં લોકોએ પાણીના જોરદાર પ્રવાહમાંથી પસાર થતા બાઇક સવારને પાણીમાં તણાઇ જતા બચાવ્યો હતો. 

  • 04:48 PM • 27 Jun 2024
    રાજકોટ સહિત આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    હવામાન વિભાગે  સુરત, ભરૂચ, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 12:27 PM • 27 Jun 2024
    બોટાદમાં પણ વરસાદ શરૂ થયો

    બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

    બોટાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

    જિલ્લાના ગઢડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.

    કેરાળા તાલુકાના માંડવધારના ગઢડા નગર અને હરીપર ગામોમાં મધ્યમ વરસાદ.
     

  • 12:26 PM • 27 Jun 2024
    જામનગરના કાલાવાડમાં ધોધમાર વરસાદ

    જામનગરના કાલાવડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાલાવડના ખરેડી ગામમાં 6 ઈંચ જેટલા વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું છે.
     

  • ADVERTISEMENT

  • 11:41 AM • 27 Jun 2024
    અમરેલીમાં વરસાદી ઝાપટું

    અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. બાબરામાં ધીમીધારે વરસાદી ઝાપટું પડ્યું છે. બાબરાના નિલવડા રોડ પર વરસાદ પડ્યો હતો. તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

  • 09:47 AM • 27 Jun 2024
    ભાવનગરમાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી

    ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલ્ટો જોવા મળ્યો. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

  • ADVERTISEMENT

  • 09:45 AM • 27 Jun 2024
    ભવનાથના દામોદર કુંડમાં મગર દેખાયા

    જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ભવનાથના દામોદર કુંડમાં બે મગર પાણીને વહેણ સાથે પહોંચી ગયા હતા. જોકે ફાયર વિભાગ દ્વારા બંનેનું રેસ્ક્યું કરાઈને વેલિંગ્ડન ડેમમાં છોડવામાં આવ્યા હતા.

  • 09:44 AM • 27 Jun 2024
    છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ?

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કોડિનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ તો જેતપુર, સાપુતારામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે.

follow whatsapp

ADVERTISEMENT